જો દોસ્તો તમે પણ સોનુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. આ ટ્રેડિંગ અઠવાડિયાની શરૂઆત માં સોનાની કિંમત રમાઈ સાથે થઈ હતી અને લાંબા સમય પછી આ સંજોગ બન્યો છે જ્યારે સોનાના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે
ત્યારે ગયા શુક્રવારથી સતત છેલ્લા ટ્રેડિંગ દિવસે સોમવાર સુધી સોનુ સસ્તું થયું હતું પરંતુ સાથે સાથે ચાંદીમાં તો સતત તેજી ચાલી રહી છે.આ ટ્રેડિંગ અઠવાડિયાના બીજા દિવસે મતલબ કે આજરોજ મંગળવારના રોજ સોનું 120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ વધ્યો છે અને આ ભાવ વધારા સાથે સોનું 24 કેરેટ 64570 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે
સોમવારે સોનાનો ભાવ 110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 24 કેરેટ સોનાનો ભાવ 64450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.મંગળવાર ના રોજ ચાંદી 500 રૂપિયા સસ્તી થઈને 76 હજાર રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી અને આ પહેલા સોમવારે પણ ચાંદી 500 રૂપિયા પ્રતિ કિલોએ સસ્તી થઈ હતી અને 76 હજાર રૂપિયાના સ્તર પર બંધ થઈ હતી.
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment