રાધનપુર-પાલનપુર હાઈવે પર એક કાર ચાલકે બાઇકને ટક્કર લગાવતા સર્જાયો અકસ્માત, 2 લોકોના મૃત્યુ…

48

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. મળતી માહિતી અનુસાર રાધનપુર પાલનપુર હાઇવે પર બાઇક અને કાર વચ્ચે ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે લોકોના કરૂણ મૃત્યુ થયા છે.

અકસ્માત એટલો ગંભીર થયો હતો કે બંને લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મામલો હાથ પર લઇને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓ જીવદયા પ્રેમી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત થયા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર રાધનપુર-પાલનપુર હાઈવે પર સરદારપુર અને સિનાડા ગામ વચ્ચે બાઈક સવાર ની બાઈક પહોંચી હતી.

ત્યારે એક ફૂલ ઝડપથી આવતી કારે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી ટક્કરમાં બાઈક પર સવાર બંને લોકો ફંગોળાઇને રોડ પર પડ્યા હતા. અને અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળે જ કાર મુકીને ભાગી ગયો હતો.

ઘટના બની ત્યારે તાત્કાલિક સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય તે પહેલાં જ બંને લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બાબુભાઈ રામજીભાઈ પંચાલ અને રાધેશ્યામ જમનાદાસ સાધુ બંને વારાહી ના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા બંને લોકો વારાહી શ્રી ભીડ ભજન હનુમાનજી ગૌશાળામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!