Mangarol Highway Accident: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની(Accident) ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. મોટેભાગની અકસ્માતની ઘટનાઓ વધારે સ્પીડના કારણે બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટના જૂનાગઢ(Junagadh) જિલ્લાના માંગરોળ હાઇવે(Mangarol Highway) ઉપર બની હતી.
આ અકસ્માતની ઘટનામાં ગત રાત્રે એક કાર ચાલક સાથે એવો ગંભીર અકસ્માત સર્જાયો કે સીસીટીવી ફૂટેજ જોઈને રુવાડા બેઠા થઈ જશે. બેકાબુ બનેલી કાર હવામાં ફંગોળાઈને રસ્તા ઉપર ત્રણથી ચાર ગલોટિયા ખાઈ ગઈ હતી. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકનો ચમત્કારી બચાવો થયો છે.
વિગતવાર વાત કરીએ તો આ અકસ્માતની ઘટના જૂનાગઢના માંગરવાડા હાઇવે પર વરામબાગ નજીક ગઈકાલે મોડી રાત્રે બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે એક ઝડપી કાર રસ્તાની સેફટી હોલ સાથે અથડાતા કાર ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પડી હતી.
રાત્રિના સમયે અકસ્માતની ઘટના બની હતી જેના કારણે રસ્તા ઉપર કોઈ અન્ય વાહનોની અવરજવર ન હતી જેના કારણે જાનહાની અટકી હતી. ઉપરાંત આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર વ્યક્તિનો પણ ચમત્કારી બચાવ થયો હતો.
રામ રાખે તેને કોણ ચાખે..! જૂનાગઢના માંગરોળ હાઇવે પર બેકાબૂ બનેલી કાર હવામાં ફંગોળાય, કારચાલકનો વાળ પણ વાંકો ન થયો… જુઓ હચમચાવી નાખતા અકસ્માતના CCTV… pic.twitter.com/iPNoaEKqTU
— GUJJU ROCKZ (@gujju_rockz) June 12, 2023
હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની ઘટના જોતા તો એવું જ લાગી રહ્યું છે કે અકસ્માતમાં કારચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હશે. પરંતુ આ ઘટનામાં કાર ચાલક નો વાળ પણ વાંકો થયો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment