નોકરી પરથી ઘરે જતા 35 વર્ષના યુવકને રસ્તામાં એવો ભયંકર અકસ્માત નડ્યો કે… હિંમત હોય તો જ આગળ વાંચજો…

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બાઈક ચાલક એવો ભયંકર અકસ્માતનો શિકાર બન્યો કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર રસ્તા ઉપર સ્પીડ બ્રેકર આવતા બાઈક સવાર યુવકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઇક સવાર યુવક હવામાં ફંગોળાઈને ડિવાઇડર સાથે અથડાયો હતો.

આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ત્યાંથી પસાર થતા લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. આ અકસ્માતની ઘટના હરિયાણાના પાણીપતમાંથી સામે આવી રહી છે.

ત્યારબાદ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ ઘટનાની માહિતી મળતા યુવકના પરિવારના સભ્યો પણ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યાર પછી પોલીસે જરૂરી કાગળિયા કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ રવિ હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. રવિ બુધવારના રોજ રાત્રિના સમયે કામ પરથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તે બાઈક ચલાવી રહ્યો હતો.

ત્યારે રસ્તામાં સ્પીડ બ્રેકરના કારણે રવિએ બાઈક ઉપર થી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે તે હવામાં ફંગોળાઈને ડિવાઇડર સાથે અથડાયો હતો. આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*