આજકાલ ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને ખાસ કરીને રાજકોટ શહેરમાં આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર આવેલા શિવાજી નગરમાં રહેતા સિરાઝ નામના વ્યક્તિએ 8 દિવસ પહેલા ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં ગઈકાલે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. દીકરાનો મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાનો મૃતદેહ જોઇને તેની માતા ઘરે દોડી આવી હતી અને ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. પુત્ર અને માતાના મોતની વચ્ચે દોઢ કલાકનું અંતર રહ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે.
વિગતવાર વાત કરે તો રાજકોટના દૂધસાગર રોડ પર રહેતા 21 વર્ષીય સિરાઝ ઈકબાલ સિડા નામનો યુવક એક યુવતીના પરિચયમાં આવ્યો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર પછી બંને ભાવનગર રોડ ઉપર આવેલા શિવાજીનગરમાં એક મકાનમાં ભાડે રહેવા લાગ્યા હતા. સિરાઝ કપડાની દુકાન પર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
મળતી માહિતી અનુસાર યુવક અને યુવતી છેલ્લા પાંચ થી છ મહિનાથી શિવાજીનગરમાં લગ્ન કર્યા વગર સાથે રહેતા હતા. 14 ડિસેમ્બરના રોજ સિરાઝ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના બનતા જ સિરાઝને નીચે ઉતારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આઠ દિવસની સારવાર બાદ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સિરાજનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાના મૃત્યુનો સૌથી મોટો આઘાત તેની માતા મુમતાઝબહેનને લાગ્યો હતો. દીકરાનું મૃતદેહ જોઈને માતા હોસ્પિટલમાં બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ ડોક્ટર હોય મૃત્યુ પામેલા દીકરાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. થોડીક વાર બાદ કોઈને કહ્યા વગર માતા એકલી ઘરે પહોંચી ગઈ.
ઘરની ચાવી પોતાની પાસે ન હતી તેથી પથ્થર વડે ઘરનો દરવાજો તોડ્યો અને ઘરની અંદર પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને માતાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. પડોશમાં રહેતા લોકોએ મહિલાને ઘરે જતા જોઈ હતી. તેથી તે લોકોએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ તે લોકોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ મેળવ્યો ત્યારે અંદરથી મુમતાઝ બહેનનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું.
દીકરાના મૃત્યુના દોઢ કલાક બાદ માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવે તે હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સિરાજ એ કયા કારણોસર પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment