હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે 11 વર્ષની માસુમ દિકરીના પિતાને હાર્ટ એટેક આવી જતા પિતાનું કરુણ મૃત્યુ થયું હતું. પિતાના મૃત્યુ બાદ દીકરીને ભારે આઘાત લાગ્યો હતો. પિતાના મૃત્યુના સમાચાર મળ્યા બાદ દીકરીએ ખેતરમાં જઈને કંઈક એવું પગલું ભરી લીધું કે આખું પરિવાર દોડતું થઈ ગયું હતું.
મિત્રો તમને જણાવી દઈએ કે પિતાના મૃત્યુના સમાચાર મળ્યા બાદ દીકરી ખેતર તરફ દોડી હતી અને ખેતરમાં આવેલા કુવામાં કૂદીને 11 વર્ષની દીકરીએ પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. એક સાથે પિતા અને દીકરીની અર્થી ઉઠતા આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના આજરોજ સવારે મધ્યપ્રદેશના અશોકનગરમાં બની હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આજરોજ સવારે 36 વર્ષીય રામબાબુ ધાકડ નામના વ્યક્તિના છાતીમાં અચાનક જ દુખાવો ઉપડ્યો હતો. જેથી પરિવારના લોકો તાત્કાલિક તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પિતાના મૃત્યુના સમાચાર મળતા જ 11 વર્ષની દીકરી ભારે આઘાતમાં સરી પડી હતી.
મૃત્યુના સમાચાર મળ્યા બાદ દીકરી ખેતર તરફ દોડી ગઈ હતી. ત્યાં જઈને 11 વર્ષની દીકરીએ ખેતરમાં આવેલા કુવામાં કૂદી ગઈ હતી. જેના કારણે દીકરીનું પણ કરુણ મૃત્યુ થયું હતું. એક જ દિવસે એક જ પરિવારમાં પિતા અને દીકરીના એક સાથે અંતિમ સંસ્કાર થતાં આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
જ્યારે દીકરીને પિતાના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા ત્યારે દીકરી ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી. કોઈ કાંઈ સમજે પહેલા દીકરી ગામથી અડધો કિલોમીટર દૂર આવેલા ખેતરમાં પહોંચી હતી. ત્યાં જઈને દીકરી કુવામાં કૂદી ગઈ હતી. થોડીક વાર બાદ પરિવારના સભ્યોને દીકરી ન દેખાઈ તેથી પરિવારના લોકોને દીકરીની શોધખોળ શરૂ કરી હતી.
પરંતુ દીકરીનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. પરિવારના લોકો દીકરીને શોધતા શોધતા ખેતરમાં આવેલા કુવા પાસે પહોંચ્યા હતા. ત્યારે પરિવારના લોકોને કુવાની બહાર દીકરીના ચંપલ પડેલા જોવા મળ્યા હતા. પછી પરિવારના લોકોએ કુવામાં જોયું ત્યારે દીકરીનું મૃતદેહ તરતું જોવા મળ્યું હતું.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ 11 વર્ષની દીકરીના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યું હતું. દીકરી અને પિતાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ પિતા અને દીકરીની એક સાથે અર્થી કાઢવામાં આવી હતી અને બંનેને એક સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment