ચૂંટણી સમયે આપેલી અરવિંદ કેજરીવાલ ની ગેરંટી અનુસાર પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી : ગોપાલ ઇટાલિયા

Published on: 6:51 pm, Mon, 24 October 22

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ મહત્વ મુદ્દે પ્રેસને સંબોધતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે અને દિવસેને દિવસે જબરદસ્ત દમદાર વિકલ્પ તરીકે સ્થાપિત થઈ રહી છે.

અરવિંદ કેજરીવાલ જે ગેરંટી આપી રહ્યા છે જેમાં 300 યુનિટ વીજળી ફી અને દરેક બાળકોને શાનદાર સરકારી શિક્ષણ મફત અને દરેક માટે મફતમાં આરોગ્યની વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર નાબૂદી અને યુવાનો માટે દસ લાખ સરકારી નોકરીઓ અને મહિલાઓ માટે દર મહિને ₹1,000 ની સન્માન રાશિ અને આદિવાસી સમાજ માટે

પૈસા કાનૂન અને અનુસૂચિ પંચની અમલદારી એમ આ તમામ ગેરેંટીઓ સમાજના તમામ વર્ગ સુધી પહોંચાડતા જનતા સુધી એક વાત ખૂબ જ મજબૂતી પહોંચી છે કે કેજરીવાલ જે બોલે છે તે કરીને બતાવે છે તેવું ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું.જેવી રીતે

પંજાબની અંદર અરવિંદ કેજરી વાલે ચૂંટણીના સમયે ગેરંટી આપેલી કે આમ આદમી પાર્ટીની પંજાબમાં સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે અને ગઈકાલે જ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરી આખા દેશના કર્મચારીઓને એક નવી આશા જગાવી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચૂંટણી સમયે આપેલી અરવિંદ કેજરીવાલ ની ગેરંટી અનુસાર પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી : ગોપાલ ઇટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*