હે મારા ભગવાન તું એટલો નિર્દય કેમ ? એક જ સાથે પરિવારના 12 સભ્યોના મોત… હે ભગવાન બધાની આત્માને શાંતિ આપજે…

મોરબીમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાની હચમચાવી દીધી છે. આ ઘટના બનતા જ ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો. આ ઘટનામાં ઘણા બધા હસતા ખેલતા પરિવાર વિકરાઇ ગયા છે. ત્યારે આજે આપણે આ ઘટનાનો ભોગ બનેલા એક એવા પરિવાર વિશે વાત કરવાના છીએ. જે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.

મોરબીના ઝુલતા પુલની ઘટનામાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા આખી રાત બચાવવાની કામગીરીમાં લાગ્યા હતા. તમને ખબર પડી હતી કે આ ઘટનામાં તેમના જ 12 સગાવાળાઓના મોત થયા છે. કૂંડરીયાના બહેનના જેઠ સુંદરજી ભાઈની ચાર દીકરી, ત્રણ જમાઈ, પાંચ ભાણેજ ઝુલતાપુલ તૂટી પડતા મચ્છુ ડેમની અંદર ડૂબી ગયા હતા.

આ તમામના મૃત્યુ થયા છે. જેમાં સુંદરજી ભાઈની ત્રણ દીકરીઓ એક જ ગામ ખાનપર સાસરે હતી. મૃત્યુ પામનાર 10 કિલોમીટર દૂર ખાનપર ગામના જીવાણી, રૈયાણી અને અમૃતિયા પરિવારના સભ્યો હતા. આ ઘટના બનતા ત્રણેય પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સુંદરજી ભાઈને છ દીકરીઓ છે. જેમાંથી ત્રણ દીકરી એકતાબેન જીવાણી, ધારાબેન અમૃતિયા અને દુર્ગાબેન એક જ ગામના ખાનપરમાં સાસરે છે. ગઈકાલે એકતાબેન ચિરાગભાઈ જીવાણી, ધારાબેન હરેશભાઈ અમૃતિયા, ધારાબેનના પતિ હરેશભાઈ માવજીભાઈ અમૃતિયા, બે દીકરી જેન્વી અને ભૂમિ, દુર્ગાબેનની દીકરી કિંજલ સહિતના 12 સભ્યો મોરબીમાં આવેલા જુલતા પુલ ઉપર ગયા હતા.

ત્યારે પુલ તૂટવાની ઘટનામાં તમામ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં અમૃતિયા પરિવારમાંથી હરેશભાઈ, તેમની પત્ની ધારા બેન અને બંને દીકરીઓના મોત થયા છે. જ્યારે રૈયાણી પરિવારમાંથી એક દીકરી કિંજલનું મોત થયું છે.

જીવાણી પરિવારમાંથી ચિરાગ જીવાણી અને તેની પત્ની એકતાબેનનું મૃત્યુ થયું છે. હરેશભાઈના સસરા સુંદરજીભાઈ જબલપુરના છે. સુંદરજીભાઈએ ઘટનામાં પોતાની ચાર દીકરીઓ, ત્રણ જમાઈ અને પાંચ ભાણેજો ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*