લગ્નની સિઝન ચાલી રહી હોય ત્યારે લોકો લગ્નમાં સારું બતાવવા માટે ઘણા એવા ખર્ચા કરતાં પણ દેખાય છે. અને પોતાના લગ્નને યાદગાર અને અનોખા બનાવવા માટે તેઓ અલગ અલગ રીતે ધામધૂમથી લગ્ન નો પ્રસંગ બનાવતા હોય છે. ત્યારે વાત કરીએ તો લગ્નમાં મામેરુ નામનો એક અનેરો પ્રસંગ હોય છે જેના વિના લગ્નનો પ્રસંગ અધૂરો જ કહેવાય.
મામેરુ ભરાય પછી જ લગ્ન પૂરૂં થયાનું માનવામાં આવે છે. ત્યારે આજે આપણે એક એવા પ્રસંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં મામા એ પોતાની ભાણી ના લગ્નમાં એવું મામેરુ ભર્યું કે જે જોઈને સૌ કોઈ ચોંકી ઊઠ્યા. આ મામા એ તેની ભાણીના લગ્નને યાદગાર પ્રસંગ બનાવવા માટે ભાણી ના લગ્નમાં મામેરુ લઈને આવ્યા હતા.
પ્રસંગ વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો રાજસ્થાન ના ગોર જીલ્લાનો પ્રસંગ છે કે જ્યાં એક ખેડૂત મામા એ પોતાની ભાણી ના મામેરામાં એટલું બધું સોનું અને રોકડ પૈસા આપ્યા કે જે જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આપણે સૌ જાણીએ છીએ કે, મામેરા નો પ્રસંગ એક લગ્ન નો ભાગ છે ત્યારે મામેરાની રસમ વગર લગ્ન અધૂરા જ કહેવાય છે.
ત્યારે આવો ગોર માં બે દીકરીઓ, પ્રિયંકા અને સ્વાતિના બંનેના લગ્ન હતા. જેમાં મામાઓએ કુલ 51 લાખ રૂપિયા નું મામેરુ ભર્યું. આ સાંભળીને સૌ કોઈને નવાઈ લાગશે. ત્યારે કહું તો મામા કોઈ ફેક્ટરીના માલિક પણ નથી. મામા તો એક ખેડૂત છે કે જેમણે કુલ ચાલીસ તોલા સોનુ અને સાથે સાથે એક થાળીમાં 500ની નોટો ના બંડલ મામેરામાં મુખ્ય હતા. સૌ કોઈ આ મામેરાને જોઈને દંગ રહી ગયા હતા.
આ મામેરું જોઈને પ્રસંગમાં હાજર સૌ કોઈ લોકોની આંખો ફાટી ગઈ હતી. એટલું જ નહીં, આ ભાઈઓ પોતાની બહેન માટે પણ કપડાં અને પાંચસો રૂપિયાની નોટોથી સજાવેલી ચુંદડી પણ લાવ્યા હતા. ભાઇઓનો બહેન પ્રત્યેનો પ્રેમ જોઈને બહેનની આંખ આંસુથી છલકાઇ ગઈ હતી. ત્યારે સીતાદેવી પાંચ ભાઈઓ વચ્ચે એકના એક બહેન છે તેમ જાણવા મળ્યું છે.
પોતાની એકની એક બહેનના ઘરે પ્રસંગ આવ્યો ત્યારે આ બધા ભાઈઓએ મળીને ભાણી ના લગ્નમાં 51 લાખ રૂપિયાનો મામેરુ ભર્યું છે. આ જોઈને સૌ કોઈ લોકોને નવાઈ લાગી હતી. ત્યારે તેમનું કહેવું હતું કે, મામા ખાલી હાથે આવે એ કેવું લાગે? ત્યારે સીતાદેવી ના બધા જ ભાઈઓ ખેડૂત છે. તેમ છતાં તેમણે ભાણી ના લગ્નમાં આટલા બધા રૂપિયા નું મામેરું કર્યું અને લગ્નને અનોખા બનાવ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment