ઓ..હો..હો..! સુરતના હીરાબાગ સર્કલ પાસે જ્યાં જુઓ ત્યાં કાદવ જ કાદવ, નળ માંથી પાણી નીકળવાની જગ્યાએ કાદવ…જુઓ વાયરલ વિડિયો…

સુરત શહેરમાં બનેલી એક વિચિત્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. સુરતના હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં અચાનક એવું બન્યું કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વાતે શહેરભરમાં ચર્ચાનો જોર પકડ્યો છે.

વિઠ્ઠલ નગર સોસાયટીમાં એક જ ઘરના જે નળ હતા. એમાંથી પાણી નીકળવાની જગ્યાએ કાદવ બહાર આવવાનું શરૂ થઈ ગયું હતું. નળમાંથી બહાર આવતા કાદવને જોઈને સ્થાનિક લોકો મારે ચિંતામાં મુકાયા છે. જો તો જોતાં વાતો આખી સોસાયટીમાં ચારેય બાજુ કાદવ કાદવ થઈ ગયું હતું.

એકા એક જ કાદવનો સ્તર વધવા લાગતા આખી સોસાયટીના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. જેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મિત્રો ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે જે રીતે પાણી ભરાય છે. તે રીતે સુરતના હીરાબાગ સરકાર પાસે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીની અંદર કાદવ ભરાયો છે.

સોસાયટીમાં જ્યાં જ્યાં પાણીની પાઇપલાઇન હતી. એમાં પાણી આવવાના બદલે તેમાંથી કાદવ બહાર આવવાનું શરૂ થઈ ગયું હતું. ખૂબ જ મોટા પ્રમાણમાં કાદવનું સ્થળ અચાનક જ વધવાના કારણે સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા. સૌ કોઈ લોકો વિચારી રહ્યા હતા કે આ જાદવ ક્યાંથી આવી રહ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર સોસાયટીના રસ્તા ઉપર જ નહીં પરંતુ ઘરની ગટર લાઈનમાં કે પાણીના નળ માંથી પણ કાદવ આવવાનું શરૂ થઈ ગયું હતું. સોસાયટીના અમુક ઘરની અંદર તો કાદવના સ્થળ જામી ગયા છે. આ ઘટના બનતા જ સોસાયટીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે શહેર ઘરની અંદર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે. હીરાબાગ સર્કલની આસપાસ પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે. હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે મેટ્રો ટ્રેનની કામગીરીના કારણે સોસાયટીમાં પાણીની જગ્યાએ કાદવ આવવા લાગ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*