સોમવારના રોજ સવારના સમયે એક મોટી અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ડ્રાઇવર સહિત એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્યાર પછી બધા લોકોએ ભેગા મળીને ટ્રક ડ્રાઇવરને પકડી પાડ્યો હતો. આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના દેવરીયામાં બની હતી. મૃતકોમાં 4 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર એક પરિવાર પૂજા કરવા માટે જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં અચાનક જ ઝડપી કારનું ટાયર ફાટ્યું હતું.
જેના કારણે બેકાબુ બનેલી કાર સામેથી આવતા ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ત્યાં હાજર લોકો ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કારના તો ફુરચા ઉડી ગયા હતા.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને જરૂરી કાર્યવાહી કર્યા બાદ આગળની કામગીરી શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક જ કારનું ટાયર ફાટવાના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે. કારનું ટાયર ફાટતાં જ કાર બેકાબુ થઈને સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી.
ટ્રક અને કાર બંને ઝડપમાં હોવાના કારણે ખૂબ જ ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના નજરે જોનાર લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકોએ ટ્રકના ડ્રાઇવરને પકડી પાડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર પરિવાર બિહાર જાઈ રહ્યું હતું. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment