ગુજરાતના વિરમગામ શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 6 વર્ષના માસુમ બાળકનું રિબાઈ રિબાઈને મોત થયું છે. નગરની શેઠ એમ જે હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં ધોરણ એકમાં અભ્યાસ કરતો 6 વર્ષનો વિદ્યાર્થી 100 કિલોના વજનના બાંકડાની નીચે દબાઈ ગયો હતો.
આ કારણસર તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. મળતી માહિતી અનુસાર બપોરે શાળામાં રિસેસના સમયે બાળક બાંકડા ઉપર બેઠો હતો. આ દરમિયાન અચાનક જ બાંકડો નમે છે અને માસુમ બાળક બાકડાની નીચે દબાઈ જાય છે. આ ઘટના બની ત્યારે શાળાના સ્ટાફના કોઈપણ લોકો ત્યાં હાજર ન હતા.
આકસ્મિક રીતે દીકરાનું મૃત્યુ થયું હોવા છતાં પણ પરિવારના લોકોએ પોસ્ટમોર્ટમ કરાવવાની કે ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો છે. આ ઘટના 15 ડિસેમ્બરના રોજ બપોરના સમયે બની હતી. ઘટનાના દિવસે દરરોજની જેમ બપોરે રિસેસ પડી તેથી 6 વર્ષનો મંથન જોરુભાઈ અગલોતર નામનો બાળક બાકડા ઉપર બેઠો હતો.
ત્યારે અચાનક જ બાંકડો નમી પડ્યો હતો. જેના કારણે મંથન બાકડાની ધારા નીચે દબાઈ ગયો હતો. અને તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થયું હતું. રિસેસ દરમ્યાન વિદ્યાર્થીઓની દેખરેખ માટે કોઈપણ શિક્ષક ત્યાં હાજર ન હતા.
જ્યારે આ ઘટના બની ત્યારે જો કોઈ શિક્ષક ત્યાં હાજર હોત તો તાત્કાલિક મંથનને સારવાર મળી ગઈ હોત અને તેનો જીવ બચી ગયો હોત. મંથનનો મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ગુરૂવારના રોજ દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ દીકરાના પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટના બની ત્યારે શાળાના શિક્ષકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને મંથનને બાંકડા નીચેથી બહાર કાઢીને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment