સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરિવાર સાથે કંઈક એવું બન્યું કે પરિવારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સુરતના સરથાણા વિસ્તારના યોગેશ્વર નગર સોસાયટીમાં આવેલા મકાનના બીજા માળેથી નીચે પડી જવાના કારણે એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
દીકરાનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ કિસ્સો દરેક માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સરથાણાના યોગેશ્વર નગર સોસાયટીમાં રહેતા દાદી પોતાના પૌત્રને તડકો ખવડાવી રહ્યા હતા.
આ દરમિયાન તડકામાં દાદીના ખોળામાં બેઠેલો પૌત્ર અચાનક જ બીજા માળેથી નીચે પડી ગયો હતો. આ ઘટનામાં બાળકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના પગલે રત્નકલાકારના પરિવારમાં આભ તૂટી પડ્યું હતું.
મૃત્યુ પામેલા બાળકનું નામ વર્ણી હતું અને તેની ઉંમર માત્ર દોઢ વરસની હતી. દીકરાનું મૃત્યુ થતાં જ તેના પરિવારના લોકો અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો છે. સુરતમાં બનેલી આ ઘટનાની ચર્ચા હાલમાં ચારે બાજુ ચાલી રહી છે. આ ઘટના દરેક માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.
તાજેતરમાં થોડા દિવસો પહેલા જ સેલવાસમાં પણ એક ઘટના બની હતી. આ ઘટનામાં બિલ્ડિંગના આઠમા માળેથી નીચે પડતા છ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. દીકરાનું મૃત્યુ થતા જ શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને સેલવાસ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર સેલવાસમાં એક નવી બિલ્ડીંગનું બાંધકામનું કાર્ય ચાલી રહ્યું હતું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધાનવેરી ગામનું એક પરિવાર અહીં કામ કરી રહ્યું હતું. આ દરમિયાન તેમનો 6 વર્ષનો બાળક આઠમા માળેથી નીચે પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment