હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે 3 માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ત્રણેય બાળકો સવારે રમવા માટે ઘરેથી બહાર નીકળ્યા હતા. ત્યાર પછી ત્રણેય બાળકોના મૃતદેહ મંદિરની પાછળ આવેલા ખાડામાંથી મળી આવ્યા હતા.
આ ઘટના બનતા આજે ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. બાળકોના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના મધ્યપ્રદેશના ખરગોનમાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં મોથાપુર ગામમાં સવારે 8:00 વાગ્યાની આસપાસ ત્રણ બાળકો ઘરની સામે રમતા હતા.
રમતા રમતા ત્રણેય બાળકો ગાયત્રી મંદિર પાસે આવેલી પીવાના પાણીની ટાંકીમાં બાંધકામ માટે ખોદવામાં આવેલા ખાડા પાસે પહોંચ્યા હતા. આ ખાડો લગભગ પાંચ ફૂટ ઊંડો હતો અને તે સંપૂર્ણ રીતે પાણીથી ભરાયેલો હતો. 11 વાગ્યાની આસપાસ શાળાએ જવાનો સમય થયો છતાં પણ બાળકો ઘરે ન આવ્યા.
તેથી પરિવારના લોકોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. શોધતા શોધતા પરિવારના લોકો મંદિરની પાછળ પહોંચ્યા ત્યારે ત્યાં ખાડામાંથી ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃત્યુ પામેલા ત્રણેય બાળકો એકબીજાના સંબંધી હતા.
આ ઘટનામાં ધોરણ ત્રણ માં અભ્યાસ કરતા વિક્રમ, ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વંશ અને ધોરણ સાતમાં અભ્યાસ કરતા પ્રિતેશનું મૃત્યુ થયું છે. નાની ઉંમરે ત્રણેય બાળકોના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય બાળકો પાણીથી ભરેલા ખાડામાં ટાયર લઈને કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
આ દરમિયાન ત્રણેય બાળકો ઉંડા પાણીમાં ડૂબી ગયા અને તેમનું મૃત્યુ થયું એવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે. મૃત્યુ પામેલા ત્રણેય બાળકોની ઉંમર 8 વર્ષથી 13 વર્ષની વચ્ચે હતી. આ ઘટના બનતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment