હે ભગવાન..! સંબંધીના ઘરે જઈ રહેલા પરિવાર સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે, આખું ગામ દોડતું થઈ ગયું…માં અને દીકરાનું એક સાથે મોત…

Published on: 12:29 pm, Sat, 12 November 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા હશે. ત્યારે હાલમાં બનેલી એવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ઝડપી ટ્રેક્ટરે એક બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર દોઢ વર્ષના બાળક અને તેની માતાનું મોત થયું છે. જ્યારે અકસ્માતની ઘટનામાં પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના હરિયાણાના રેવાડી જિલ્લાના કોસલી શહેરમાં બની હતી.

સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 25 વર્ષીય સુબે સિંહ પોતાની પત્ની મિથલેશ અને દોઢ વર્ષના બાળક સાથે રેવાડીના સાંગવાડી ગામમાં એક સંબંધી પાસે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં શિવ મંદિર પાસે તેમની બાઈક પહોંચી. ત્યારે એક ઝડપી ટ્રેક્ટર તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક પર સવાર ત્રણેય લોકો ફંગોળાઈને રોડ ઉપર પડ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં દોઢ વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બાળકના માતા-પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે દોઢ વર્ષના બાળકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકની માતાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની ઘટના બાદ આરોપી ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે ઇજાગ્રસ્ત થયેલા સુબે સિંહના પિતાની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક જ સાથે માં અને દીકરાઓનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હોત. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રેક્ટર ચાલકને શોધવા માટે ઘટના સ્થળે લાગેલા કેટલાક સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન..! સંબંધીના ઘરે જઈ રહેલા પરિવાર સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે, આખું ગામ દોડતું થઈ ગયું…માં અને દીકરાનું એક સાથે મોત…"

Leave a comment

Your email address will not be published.


*