સુરત(Surat): શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. સુરતના હજીરાના(Hazira) તળાવમાં ડૂબી જવાના કારણે બે નાની-નાની બાળકીઓના મોત થયા છે. મૃત્યુ પામેલી બંને બાળકીઓ સગી બહેન હતી. એક જ દિવસે એક જ સાથે પરિવારની બે દીકરીઓના મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. આ ઘટના બનતા જ દીકરીઓના પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ઘટનાની માહિતી મળ્યા બાદ હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને અકસ્માતે ગુનો નોંધીને બંને બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સુરતમાં બનેલી આ ઘટના દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે.
હજીરા વિસ્તારમાં આવેલ AMNS ટાઉનશીપ ની અંદર આવેલા તળાવમાં એક 6 વર્ષની અને એક 9 વર્ષની બે સગી બહેનો ડૂબી ગઈ હતી. તળાવમાં ડૂબી જવાના કારણે બંને બહેનોના રિબાઈ રિબાઈને મોત થયા છે. ટાઉનશિપમાં ઘરની બહાર બંને બહેનો રમવા માટે ગઈ હતી.
રમતા રમતા બંને તળાવની નજીક પહોંચી હતી અને આ દરમિયાન તળાવમાં બંને બહેનો ડૂબી ગઈ હતી. મૃત્યુ પામેલી છ વર્ષની દીકરીનું નામ રેણુપ્રિયા મહેન્દ્ર વેરાઈદમ હતું. જ્યારે મૃત્યુ પામેલી નવ વર્ષની દીકરીનું નામ કિગુલવેની મહેન્દ્ર વેરાઈદમ હતું. બંને બહેનો ઘરની નજીક રમવા માટે ગઈ હતી.
મોટી સાંજ થઈ ગઈ છતાં પણ બંને બહેનો ઘરે પરત આવી નહીં. જેથી પરિવારના લોકોએ બંનેની શોધખોળ શરૂ કરી દીધી હતી. શોધખોળ દરમિયાન બંને બહેનોના મૃતદેહ તળાવમાંથી મૃતક હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોની મદદ હતી,
બંને બાળકીઓને તળાવમાંથી બહાર કાઢીને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે બંને બહેનોને મૃત જાહેર કરી હતી. એક સાથે બે સગી બહેનોના મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment