મોરબીમાં બનેલી હોનારતે સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. આ ઘટનામાં રવિવારના રોજ સાંજના સમયે મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે પુલ પર હાજર લગભગ 400 જેટલા લોકો નદીમાં ખાબકીયા હતા. આ ઘટનામાં 130 થી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે, તેવી માહિતી મળી રહે છે.
મોરબીમાં બનેલી દુર્ઘટનાના કારણે ઘણા હસતા ચાલતા પરિવારો વિખરાઈ ગયા છે અને ઘણા આખે ને આખા પરિવાર આ ઘટનામાં દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. મળતી માહિતી અનુસાર કાંકરેજ તેરવાડા ગામની એક મહિલાએ આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જેના કારણે સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર એક વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોએ મોરબીમાં બનેલી દુર્ઘટના માતાની પણ છત્રછાયા ગુમાવી છે. મોરબીમાં બનેલી દુર્ઘટનાના કારણે ત્રણ બાળકો અનાથ થઈ ગયા છે. પિતા બાદ માતાની છત્રછાયા ગુમાવતા જ બાળકો નોંધારા બન્યા હતા. માસુમ બાળકોની પરિસ્થિતિ જોઈને આખું ગામ રડી પડ્યું હતું.
મળતી માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના તેરવાડા ગામનો બારોટ પરિવાર વર્ષોથી મજૂરી કામ માટે ગાંધીધામ વસવાટ કરી રહે છે. ત્યારે દિવાળીના અને નવા વર્ષનું વેકેશન હોવાના કારણે પરિવાર રવિવારના રોજ ગાંધીધામ થી મોરબી ખાતે ફરવા માટે આવ્યો હતો. તે લોકો અહીં મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલ પર ફરવા માટે આવ્યા હતા.
ત્યારે અચાનક ઝુલતો પુલ તૂટી પડતા પુલ પર હાજર મોટેભાગના લોકો મચ્છુ નદીમાં ખાબકીયા હતા. આ ઘટનામાં મોટેભાગે બાળકો અને મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર કાંકરેજના તેરવાડા ગામની મહિલા કમળાબેન મુકેશભાઈ બારોટ વેકેશન હોવાના કારણે મોરબી ખાતે ફરવા આવ્યા હતા.
ત્યારે મોરબીમાં દુર્ઘટના બની હતી અને આ ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. કમળાબેનનું મૃત્યુ થતા જ ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. કમળાબેનના પતિ મુકેશભાઈ બારોટનું એક વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પિતાના મૃત્યુ બાદ માતાનું મૃત્યુ થતાં ત્રણ બાળકો માતા-પિતા વગરના થઈ ગયા છે. હવે આ ત્રણ બાળકોનું દુનિયામાં કોઈ રહ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment