દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મુંબઈના IITના હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને અમદાવાદના યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલો યુવક મૂળ અમદાવાદનો રહેવાસી હતો. તે મુંબઈમાં IITમાં અભ્યાસ કરી રહ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ અમદાવાદમાં રહેતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, મૃતક દિકરો દલિત સમાજનો હતો અને ભણવામાં હોશિયાર હતો. આ કારણોસર તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. જ્યારે દીકરાએ એડમિશન લીધું ત્યારથી જ કેટલાક લોકો તેને પરેશાન કરતા હતા.
વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ દર્શન સોલંકી હતું અને તે મૂળ અમદાવાદના મણીનગરમાં મ્યુનિસિપલ ક્વાર્ટરમાં રહેતો હતો. દર્શનના પરિવારમાં તેના માતા-પિતા, એક બહેન અને દાદા દાદી છે. દર્શનના પિતા રમેશભાઈ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રમેશભાઈનો દીકરો દર્શન ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. દર્શનને 12 સાયન્સમાં 86 ટકા આવ્યા હતા.
ત્યારબાદ તેને JEEની પરીક્ષા આપી હતી. IITમાં ભણવું તે દર્શન સોલંકીનું સપનું હતું એટલા માટે તેને JEEમાં એડમિશન મેળવવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને તેને એડમિશન પણ મળી ગયું હતું. 12 ફેબ્રુઆરીના રોજ સવારે દર્શન સોલંકીએ પોતાના પરિવારને ફોન કર્યો હતો. દર્શને પોતાની માતાને કહ્યું હતું કે, હું ફરવા જાઉં છું, ત્યારે માતાએ તેને સાંજે ફોન કરવાનું જણાવ્યું હતું.
દર્શન ફરવા ગયો હતો અને તે ખૂબ જ ખુશ હતો. તેથી તેમના પરિવારના સભ્યો પણ ખુશ હતા. પરંતુ પરિવારની આ ખુશી લાંબા સમય સુધી ટકી નહીં. દર્શનના પિતા રમેશભાઈ ઉપર એક પછી એક ત્રણ કોલ આવ્યા હતા. જેના કારણે દર્શનના પિતા રમેશભાઈના મનમાં ડર ઘૂસી ગયો હતો અને તેઓ ફ્લાઇટ લઈને મુંબઈ જવા માટે રવાના થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર રમેશભાઈને અજાણ્યા નંબર ઉપરથી whatsapp કોલ પણ આવ્યો હતો. જેમાં કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, દર્શનનો અકસ્માત થયો છે. તમે મુંબઈ આવી જાવ, જેથી રમેશભાઈ મુંબઈ આવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. ત્યારે બીજો ફોન આવ્યો અને તેમાં કહેવામાં આવ્યું કે તમારી પત્નીને પણ સાથે લેતા આવજો. ત્યારબાદ ત્રીજો ફોન આવ્યો અને તેમાં કહ્યું કે તમે ફ્લાઈટમાં આવજો.
પછી રમેશભાઈના મનમાં ડર ઘૂસી ગયો કે કંઈક ખોટું થયું છે અને તેઓ તાત્કાલિક ફ્લાઈટ પકડીને મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચ્યા અને તેમના પગ નીચેથી જમીન સરખી ગઈ હતી. રમેશભાઈ મુંબઈ પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના દીકરાએ હોસ્ટેલના સાતમાં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદાને કર્યું હતું. રમેશભાઈનો આક્ષેપ છે કે તેમનો દીકરો આ પગલું ભરી જ ન શકે, તેનો જેવું લેવામાં આવ્યો છે.
દર્શન સોલંકી ની માતાએ જણાવ્યું કે, 12:00 વાગે દીકરાએ કહ્યું હતું કે મમ્મી હું ફરવા જાઉં છું. ત્રણ વાગ્યે ફોન આવ્યો હતો કે તમારા દીકરાને કાંઈક થઈ ગયું છે. અમે મુંબઈ પહોંચ્યા ત્યાં મારા દીકરા નું મૃત્યુ થઈ ગયું હતું. મારો એકનો એક દીકરો જતો રહ્યો છે હવે અમારો કોનો આધાર છે. મારા દીકરાને ન્યાય મળવો જોઈએ, તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. દર્શન ના પિતાએ જણાવ્યું કે શિડ્યુલ કાસ્ટ હોવાથી ત્યાં દીકરાનું રેગિંગ થતું હતું. મારા દીકરાએ સુસાઈડ નથી કર્યું તેનો જીવ લેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment