ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક દીકરાનું પિતાની નજર મૃત્યુ થયું છે. એકના એક દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
વિગતવાર વાત કરીએ તો વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે ઉપર બાઈક લઈને જઈ રહેલા બરૂલા ગામના પિતા-પુત્ર હોટલ વચ્છરાજ પાસે પહોંચ્યા ત્યારે કોડીનાર તરફથી આવી રહેલા ટ્રકે પાછળથી તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પિતાની નજર સામે દીકરા નું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.
ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ અકસ્માતની ઘટના ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ બની હતી. ગોવિંદભાઈ ભોળા અને તેમનો 23 વર્ષનો દીકરો રવિ ભોળા બંને બાપ દીકરો બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે તેમની બાઇકને જોરદાર ઠક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બાપ દીકરો ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતની ઘટનામાં પિતાની નજર સામે ટ્રક દીકરાના શરીર ઉપરથી પસાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે જ ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકીને ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજા પહોંચવાના કારણે દીકરાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટના કર્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા બાપ દીકરોને સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે 23 વર્ષના રવિને મૃત જાહેર કર્યો હતો. રવિના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા રવિના સગા દેવશીભાઈ ભોળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલો રવિ પરિવારનો એકનો એક દીકરો હતો. પરિવારના એકના એક દીકરાનો મૃત્યુ થતાં મા-બાપ દીકરા વગરના થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment