Sabarkantha hit and run: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે રવિવારના રોજ રાત્રિના સમયે સાબરકાંઠાના(Sabarkantha) ખેડબ્રહ્મા ખાતે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં રાત્રિના સમયે બાઈક ઉપર સવાર થઈને જઈ રહેલા પરિવારને એક ઝડપી કારે જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પ્રજાપતિ પરિવારના માતા અને દીકરાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં તેમની સારવાર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના બનતા જ પ્રજાપતિ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
એક સાથે માં અને દીકરાની અર્થી ઉઠતા આખું પરિવાર હિબકે ચડ્યું હતું. મિત્રો તમને બધાને ખબર હશે કે ગઈ કાલે ધોરણ 10ની પરીક્ષાના બોર્ડનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ખેડબ્રહ્મા રીઝલ્ટમાં પ્રથમ નંબરે શિવ પ્રજાપતિ આવ્યો છે. શિવ પ્રજાપતિને ધોરણ 10ની પરીક્ષામાં 89.33 ટકા આવ્યા હતા.
જે દીકરાએ ગઈકાલે બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યું તે જ દીકરાનું રવિવારના રોજ રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં મોત થયું હતું. દીકરાનું સારું રિઝલ્ટ આવ્યા બાદ પરિવારમાં ખુશીની સાથે શોકનો માહોલ પણ હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રવિવારના રોજ પારસ ભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ પોતાની બાઇક ઉપર પોતાની દર્શનાબેન પ્રજાપતિ અને દીકરા શિવમ સાથે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં ઇડર તરફથી આવી રહેલી એક ઝડપી કાર્ય તેમની બાઈકને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, આ અકસ્માતની ઘટનામાં દર્શનાબેન અને તેમનો દીકરો શિવમ ગંભીર રીતે જાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં પારસ પ્રજાપતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
પારસ પ્રજાપતિને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓ જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા છે. ગઈકાલે મૃત્યુ પામેલા શિવમ પ્રજાપતિ સમગ્ર ખેડબ્રહ્મા શહેરમાં પ્રથમ ક્રમે પાસ થયો હતો. પરંતુ માં-દીકરાનું મોત થયું હતું એટલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment