હે ભગવાન તું આટલો બધો નિર્દય કેમ..? ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના 7 સભ્યોના દર્દનાક મોત, માત્ર 9 વર્ષનો દીકરો ઘરમાં એકલો વધ્યો… રોડ ઉપર લાશોનો ઢગલો થઈ ગયો…

Published on: 11:25 am, Sat, 4 February 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શુક્રવારના રોજ બપોરના સમયે બનેલી કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 7 સભ્યોના મોત થયા છે. જેમાંથી 6 લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત થયા હતા.

જ્યારે અન્ય એક વ્યક્તિનું આજરોજ સવારે સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બનતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે નજરે જોનાર લોકો ધ્રુજી ઉઠ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે આ ગંભીર અકસ્માતની ઘટના ઉન્નાવમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર બની હતી.

આ ઘટનામાં એક કાર બેકાબૂ થઈને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને સામેની બાજુની લાઈન માંથી આવી રહેલી XUV કાર સાથે અથડાઈ હતી. આ કારણોસર ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો ઘટનાસ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 35 વર્ષના દિનેશકુમાર રાજપુત, તેમની 32 વર્ષની પત્ની અનિતા સિંહ, તેમની 7 વર્ષની દીકરી ગોરી, 28 વર્ષના ભાભી પ્રીતિ સિંહ, 23 વર્ષના પ્રિયા સિંહ અને 65 વર્ષના સાસુ કાંતિ સિંહનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

જ્યારે 9 વર્ષનો દીકરો લક્ષ્યવીર અને 4 વર્ષનો દીકરો આર્યન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ સારવાર દરમિયાન 4 વર્ષના આર્યને પણ મોત થયું છે. આ ઘટનામાં XUV કારમાં સવાર પરિવાર બચી ગયું છે.

અચાનક કાર કયા કારણોસર બેકાબુ બની ગઈ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 9 વર્ષના લક્ષ્યવીરે પોતાના માતા-પિતા, ભાઈ-બહેન, કાકી અને દાદી ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન તું આટલો બધો નિર્દય કેમ..? ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના 7 સભ્યોના દર્દનાક મોત, માત્ર 9 વર્ષનો દીકરો ઘરમાં એકલો વધ્યો… રોડ ઉપર લાશોનો ઢગલો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*