મિત્રો તમને બધાને ખબર હશે કે આ દુનિયામાં ઘણા બધા ખતરનાક પ્રાણીઓ વસવાટ કરે છે. અમુક તો એવા પ્રાણીઓ છે જેને નજીકથી જોઈને ભલભલા કઠણ કાળજા વાળા લોકોને પરસેવો છૂટી જતો હોય છે. આવા ખતરનાક જીવોમાં ઝેરીલા વીંછીનો પણ સમાવેશ થાય છે. મિત્રો વીંછી એક એવું ખતરનાક જીવ છે જેનું ઝેર સાપ કરતા પણ વધારે ખતરનાક હોય છે.
ઝેરીલા વીંછીનો એક ડંખ સામે વાળા માણસનો જીવ લઈ લે છે. મિત્રો તમે સામાન્ય રીતે એક જગ્યાએ પાંચ-છ વિંછી જોયા હશે. પરંતુ હાલમાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે કારણકે વીડિયોમાં એક જ જગ્યાએ હજારોની સંખ્યામાં વીંછી જોવા મળી રહ્યા છે.
હજારોની સંખ્યામાં જોવા મળી રહેલા વીંછી ઝેરીલા છે કે નહીં તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોની આત્મા કંપની જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઘરની અંદર મોટી સંખ્યામાં વીંછી જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોવામાં ખૂબ જ ડરામણા છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્રણ નાની નાની રૂમ જોવા મળી રહે છે. આ ત્રણેય રૂમમાં ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં નકરા વીંછી જોવા મળી રહ્યા છે. ઘટનાનો વાયરલ થયેલો વિડિયો ક્યાંનો અને ત્યારનો છે. તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. જેથી અમારી વેબસાઈટ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.
વાયરલ થઈ રહેલો વિડિયો ખૂબ જ ડરામણો છે અને વીડિયો જોઈને ભલભલા લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા છે. વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર @OTerrifying નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર 15 સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધીમાં 90 લાખ સુધી પણ વધારે લોકો એ જોયો છે.
Man finds thousands of scorpions in an abandoned house pic.twitter.com/Pv5DqxbFiu
— OddIy Terrifying (@OTerrifying) December 11, 2022
આ ઉપરાંત એક લાખથી પણ વધારે લોકો એ વિડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે આતો વિછીની ખેતી છે. વીડિયો જોઈને ઘણા લોકોની તો હાલત ખરાબ થઈ ગઈ છે અને ઘણા લોકોને તે ખૂબ જ ચીતરી ચડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment