ઓ બાપા..! ખૂંખાર પ્રાણીઓ બકરી નો કર્યો શિકાર, એક જ ઝટકામાં બકરીને જીવતી ગળી ગયો… વીડિયો જોઈને ધ્રુજી ઉઠશો…

સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં ખૂંખાર પ્રાણીઓ તેનાથી નાના જીવોને આખે આખા ગળી જાય છે. તમે ગરોળી જોઈ હશે, જે કદમાં ખૂબ નાની હોય છે, પરંતુ શું તમે જાણો છો કે પૃથ્વી પર રહેતી સૌથી મોટી ગરોળી કયા નામે ઓળખાય છે ? તેને કોમોડો ડ્રેગન કહેવામાં આવે છે, જે 10 ફૂટ લાંબો અને 150 પાઉન્ડ કે તેથી વધુ વજન નો હોઈ શકે છે.

મગરોની જેમ તેઓ વિશાળ અને જોખમી છે, એટલા ખતરનાક કે હરણ અને બકરી જેવા પ્રાણીઓને સરળતાથી ગળી જાય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકોના રુવાડા ઉભા થઈ ગયા છે. આ વીડિયોમાં કોમોડો ડ્રેગન બકરી નો શિકાર કરીને તેને ગળી જતો જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોમોડો નાના પથ્થર ની પાછળ છુપાઈને શિકાર પર હુમલો કરી રહ્યો હતો. તે ઘાસ ખાતી બકરી પર નજર ટેકવી રહ્યો હતો, આ દરમિયાન તે ઝડપથી દોડી બકરી તરફ આવે છે અને જ્યાં સુધી તે કંઈ સમજી ન શકે ત્યાં કોમોડો તેને પોતાનો શિકાર બનાવે છે.

એ બકરીને તેના મોટા જડબા થી એવી રીતે પકડી લે છે કે તેનાથી છૂટવું મુશ્કેલ બની જાય છે. પછી થોડી જ વારમાં તે બકરીને આખી ગળી જાય છે, કોમોડો ને બકરી નો શિકાર કરવામાં અને તેને ગળી જવા માટે માત્ર 30 સેકન્ડ નો સમય લાગ્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @TerrifyingNatur નામના આઈડી થી શેર કરવામાં આવ્યો છે. કોમોડો ના શિકારનું આ દ્રશ્ય જોઈને લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહે છે કે કોમોડો ખૂબ જ ઝડપી શિકારી છે, જ્યારે કેટલાક કહે છે તેઓ ડાયનોસોર જેવા ખતરનાક છે જેઓ તેમના શિકારને પળવારમાં ગળી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*