હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક બ્રિજ તોડી રહેલા જસીબી સાથે કંઈક એવું બન્યું કે વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે.
વાયરલ થયેલા વીડિયોમાં તમને જોવા મળી રહ્યું છે કે, એક જર્જરતી થયેલો બ્રિજ તોડવા માટે એક jcb બોલાવવામાં આવ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જસીબીનો ડ્રાઇવર એક બાજુથી બ્રિજ તોડીને બીજી બાજુ બ્રિજ તોડવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેસીબીનો ડ્રાઇવર પોતે બહાર નીકળે તે માટે કોઈ રસ્તો રાખતો નથી.
ત્યાર પછી બ્રીજ તૂટે છે અને જેસીબી પણ બ્રિજની સાથે ઉપરથી નીચે પડે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક તૂટેલા બ્રિજ પર એક જસીબી ઊભેલો જોવા મળી રહ્યું છે. જેસીબીનો પાછળનો બ્રિજ તૂટેલો છે. ત્યારે jcb હવે આગળથી બ્રિજ તોડવાનો પ્રયાસ કરે છે.
પરંતુ જેસીબી ચાલક વિચારતો નથી કે બ્રિજ તૂટશે તો તે કઈ બાજુ જશે. તે કંઈ પણ વિચાર્યા વગર બીજ તોડવાનું શરૂ રાખે છે. ત્યારે અચાનક જ બ્રિજ તૂટે છે અને જેસીબી બ્રિજના જે ભાગમાં ઊભેલું હોય છે તે ભાગ પણ તૂટીને નીચે પડે છે. જેના કારણે અચાનક જસીબી બ્રિજની સાથે નીચે પડે છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જેસીબીના ડ્રાઇવરને સામાન્ય ઈજા પહોંચી છે સમગ્ર ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પાસે આવેલા મરી કંબોઈ વચ્ચેના પૂલની છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
આને કહેવાય પગ પર કુહાડો મારવો, વીડિયો જોઈને તમને જેસીબી ચાલકની અકક્લ પર જરૂર વિચાર આવશે….#GSTV #gujaratsamachar #Banaskantha #viralvideo #JCB #bridge pic.twitter.com/shcZesU4rI
— GSTV (@GSTV_NEWS) December 16, 2022
સ્થાનિક લોકોએ દૂર ઊભા રહીને આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વિડિયો જોઈને ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment