રાજકોટમાં 7 ડિસેમ્બરના રોજ જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ પોતાના બે સાથીદારો સાથે મળીને બિલ્ડર મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઘટનાના 10 દિવસ થઈ ગયા છતાં પણ દેવાયત ખવડ પોલીસની પકડથી દૂર હતો.
ત્યારે આજરોજ ભાગેડુ દેવાયત ખવડે સામેથી સરેન્ડર કર્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા ન્યાય મળે તે માટે સિદ્ધિ PMOમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે ભાગેડુ દેવાયત ખવડને રેલો આવ્યો હતો અને તે સીધો ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થવા દોડી આવ્યો હતો.
ત્યારબાદ આરોપી દેવાયત ખવડનેએ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જ્યારે આરોપી દેવાયત ખવડને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર જરાક પણ પસ્તાવો દેખાતો ન હતો. પરંતુ આરોપી દેવાયત ખવડ હસતા મોઢે પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો.
જેનો વિડીયો પણ સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત આરોપી દેવાયત ખવડે મીડિયાને નિવેદન આપતા જણાવ્યું કે, સમય આવશે ત્યારે જવાબ આપીશું. પોલીસ સ્ટેશનમાં હોવા છતાં પણ દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હસતા મોઢે હાજર થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયા બાદ દેવાયત ખવડને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં જ્યારે આરોપી દેવાયત ખવડ મહેમાન બનીને આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું. હવે આગળ જોવાનું રહ્યું કે આરોપી દેવાયત ખવડ સામે શું કાર્યવાહી થશે.
મિત્રો તમને જણાવી દઈએ કે આરોપી દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મરીને મયુરસિંહ રાણા પર 31 વખત પાઈપ વડે પ્રહાર કર્યા હતા. દેવાયત ખવડ પોલીસની પકડમાં ન હતો ત્યારે તેને આગોતરા જામીન માટે અરજી કરી હતી. દેવાયત ખવડને અડધી ન મળે તે માટે પોલીસ દ્વારા સોગંદનામુ પણ કરવામાં આવ્યું હતું. અને તેમાં દેવાયત ખવડની ગુનાહિત કુંડળીનો ઉલ્લેખ પણ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment