હવે વીડિયો જોઈને તમે જ કહો આમાં જનાવર કોણ છે..? નરાદમ યુવકે શેરીના કુતરા સાથે કંઈક એવું કર્યું કે… વિડીયો જોઈને હૈયુ ધ્રુજે ઉઠશે…

Published on: 5:33 pm, Mon, 20 March 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે પોતાની શેરીના કુતરા સાથે કંઈક એવું કર્યું કે વિડીયો જોઈને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ બાઇકની પાછળ શેરીના કૂતરાને બાંધીને રોડ ઉપર તેને ઘસડતો જોવા મળી રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ સૌપ્રથમ પોતાની શહેરીના કૂતરાના માથાના ભાગ ઉપર ઈંટ વડે પ્રહાર કરીને તેને બેભાન કરી નાખ્યો હતો. ત્યારબાદ કુતરાના બંને ભાગ દોરી વડે બાંધીને કૂતરાને બાઈકની પાછળ લગભગ અડધો કિલોમીટર સુધી ઘસડીયો હતો.

આ દ્રશ્યો જોઈને કેટલાક લોકોએ બાઈક સવાર વ્યક્તિનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ આરોપીને પોલીસને હવાલે કરી દીધો હતો. ત્યાર પછી ઇજાગ્રસ્ત થયેલા કૂતરાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. વાયરલ થઈ રહેલો શરમજનક વિડીયો યુપીના ગાઝિયાબાદનો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારના રોજ બની હતી. આ હરકત કરનાર આરોપીનું નામ ઇસ્લામ છે. તેનું કહેવું છે કે શેરીનો કૂતરો પાગલ થઈ ગયો હતો. તે લોકોને સતત કરડતો હતો. એટલા માટે તે કૂતરાને દૂર લઈ જવા માગતો હતો. ત્યાર પછી સૌપ્રથમ આરોપીએ કૂતરાના માતાના ભાગ ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા.

આ કારણોસર કૂતરો બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ તેના બંને પગ બાંધીને પોતાની પાછળ ઘસડીને તેને ઘણા કિલોમીટર સુધી ઘસડી ગયો હતો. આ ઘટનામાં કૂતરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ કુતરાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો કરી રહ્યા છે કે આ યુવકની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જેના કારણે બીજા કોઈ વ્યક્તિ આવું ન કરે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હવે વીડિયો જોઈને તમે જ કહો આમાં જનાવર કોણ છે..? નરાદમ યુવકે શેરીના કુતરા સાથે કંઈક એવું કર્યું કે… વિડીયો જોઈને હૈયુ ધ્રુજે ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*