દરેક વ્યક્તિ પોતાની વ્યસ્ત જીવનશૈલી ની અંદર ફરવાનું ખૂબ જ વધારે પસંદ કરતા હોય છે અને લોકો વેકેશન અથવા રજાના સમયમાં ફરવા જતા પણ હોય છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા હાલમાં ખૂબ જ વિકાસના કાર્ય થઈ રહ્યા છે ત્યારે હાલમાં ભારત પાકિસ્તાન સરહદ પાસે બનાસકાંઠાના નડાબેટ ખાતે બીએસએફ નો પ્રથમ
અધ્યાધુનિક પ્રોજેક્ટ સીમા દર્શન પ્રોજેક્ટનું દેશના કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી એવા ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ છે.હવે આપણા ગુજરાતમાં પણ વાઘા બોર્ડર જેવો નજારો જોવા મળશે ને લગભગ 125 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સીમા દર્શન ગુજરાતીઓ
અને દેશ-વિદેશના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને આ સ્થાનમાં નડાબેટ માં ભારતીય સેના અને બીએસએફના હથિયારો જેવા કે જમીનથી જમીન પર અને જમીનથી હવામાં વાર કરનારી મિસાઈલ ગન આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ ને તમે જોઈ શકો તેવી વ્યવસ્થાની શરૂઆત કરાય છે.
બનાસકાંઠા સ્થિત ભારત-પાકિસ્તાનની નડાબેટ સીમા ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’ અંતર્ગત કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી દ્વારા વિવિધ સુવિધાઓ અને આકર્ષણોનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને પ્રવાસીઓને દેશની રક્ષા માટે સતત ખડેપગે રહેનાર વીર જવાનોના શૌર્યને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થશે pic.twitter.com/jv8Ps4iz1Y
— CMO Gujarat (@CMOGuj) April 10, 2022
સીમા દર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટરિયર વર્ક સાથે ત્રણ આગમનના પ્લાઝા વિશાળ સ્થળ ઉપરાંત પાર્કિંગ અને 500 લોકો માટે વિશાળ બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ અને આ ઉપરાંત ચેન્જિંગ રૂમ અને રેસ્ટોરન્ટ સ્પર્દર્શન રૂમ અને મ્યુઝિયમ આ ઉપરાંત ડેકોરેટિવ લાઇટિંગ અને સોલાર અને આ ઉપરાંત ઘણી બધી સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment