દેશમાં દિવસેને દિવસે જીવન જરુરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. સતત જીવન જરૂરિયાતની વસ્તુઓની ભાવમાં વધારો થતાં સામાન્ય જનતા મૂંઝવણમાં મુકાય છે. દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પતતા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાનું શરૂ થઇ ગયું છે.
આ ઉપરાંત દેશમાં ખાદ્યતેલ, રાંધણ ગેસ, શાકભાજીના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આજરોજ પેટ્રોલ-ડિઝલના ભાવની સાથે CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આજરોજ સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો દીઠ 6.45 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ભાવ વધારા સાથે જ હવે પ્રતિ કિલો સીએનજીનો ભાવ 76.98 રૂપિયા પહોંચી ગયો છે. આ ભાવ વધારો આજથી જ લાગૂ થશે. સીએનજીના ભાવમાં ગુજરાત ગેસ દ્વારા વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
ભાવ વધારા સાથે ત્યારે સીએનજીનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. ગુજરાત ગેસ સીએનજીનો પહેલાનો ભાવ 70.32 રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ ભાવ વધારા સાથે હવે ગુજરાત ગેસનો સીએનજીનો ભાવ 76.98 રૂપિયા પહોંચી ગયો છે.
ભાવ વધવાના કારણે સીએનજી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડશે. આજરોજ સીએનજીના ભાવની સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment