હવે રાજ્ય સરકાર મફતમાં આપશે જમીન અને મકાન બાંધવા આપશે લાખો રૂપિયાની સહાય,આ રીતે લ્યો લાભ

Published on: 9:53 am, Wed, 10 November 21

મારી પાસે મારી માલિકીનું પોતાનું ઘર હોય તેવું સપનુ દરેક પરિવાર નું હોય છે. પરંતુ આવા સપના બહુ ઓછા લોકોના સાકાર થતા હોય છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવેમ્બર મહિના ની ઉજવણી

આવાસ માસ તરીકે કરવામાં આવી હોવાથી આ માસ દરમિયાન ઘરવિહોણા ગરીબ લોકો જો આ માટે અરજી કરે તો તેમને તેમના ગામડામાં મફત માં સરકારી જમીન આપવાનો અને બાંધકામ માટે દોઢ લાખથી વધુ રકમની સહાય કરવાનો નિર્ણય લેવાયો છે.

સરકારની આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ જો પોતાના ઘરમાં અલગથી બાથરૂમ બનાવે તો તે માટે વધારાના 5000 રૂપિયા આપવામાં આવશે. જમીન અને સહાયની રકમ મળ્યા બાદ છ મહિનામાં

બાંધકામ પૂર્ણ કરનાર વ્યક્તિને બોનસના રૂપમાં રૂપિયા 20,000 આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.ગ્રામ્ય વિસ્તારની જો કોઈ વ્યક્તિ તેના પરિવાર માટે આ યોજનાનો લાભ લેવા માંગતી

હોય તો તેમણે આવાસ પ્લસ સોટવેર માં નોંધણી કરાવવાની રહેશે. આ માટે ગ્રામ પંચાયત, સરપંચ, તલાટી કમ મંત્રી અથવા તાલુકા પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે. જે તે ઓથોરિટી આવી લાભાર્થી વ્યક્તિના નામની નોંધણી આવાસ પ્લસ સોટવેર માં કરી આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!