હવે રાણાને રેલો આવી ગયો..! 6 દિવસથી ફરાર એવા ભાગેડુ દેવાયત ખવડ વિશે મયુરસિંહ રાણાના પરિવારે કહ્યું કે, જો 48 કલાકમાં…

રાણો રાણાની રીતે અને ધોબા ઉપડી જશે તેવા ડાયલોગથી ફેમસ થનાર દેવાયત ખવડના હાલમાં ઘોબા ઉપડી જાય તેવું લાગી રહ્યું છે. સ્ટેજ પર બેસીને હંમેશા વટ અને ખુમારીની વાતો કરનાર દેવાયત ખવડ આજે 6 દિવસથી ફરાર છે. થોડા દિવસો પહેલા દેવાયત ખવડે પોતાના સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા.

ત્યારબાદ દેવાયત ખવડ અને તેના તમામ આરોપીઓ ફરાર છે. ઘટનાના છ દિવસ થઈ ગયા છતાં પણ હજુ કોઈ પણ પ્રકારનો તેમનો પત્તો લાગ્યો નથી. સમગ્ર ઘટનાને લઈને મયુરસિંહ રાણા ની ફરિયાદના આધારે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં જીવ લેવાનો પ્રયાસ કરવાની કલમ સહિતની કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જે કેસમાં આગોતરા જામીન મળે તે માટે આગોતરા જામીન અરજી પણ દેવાયત ખવડ દ્વારા કરવામાં આવી છે.

ત્યારે આ ઘટનાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મયુરસિંહ રાણા ના પરિવારજનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં મયુરસિંહ રાણાના પિતરાઈ ભાઈ પ્રદીપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેવાયત ખવડને પોલીસ સાથે સાંઠાગાંઠા છે. વધુમાં વાત કરતા પ્રદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે, પોલીસ મારા ખિસ્સામાં છે.

એવું દેવાયત ખવડ અને તેમના ભાઈઓ દ્વારા વાતો કરવામાં આવી રહી છે. જો આગામી 48 કલાકમાં આરોપી દેવાયત ખવડને પકડવામાં નહીં આવે તો મયુર સિંહ રાણા અને પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં જો દેવાયત ખવડ ને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.

વધુમાં મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે, દેવાયત ખવડ વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકના ઘણી કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. જે કેસ પણ હજુ સુધી પેન્ડિંગ છે. તેમનું કહેવું છે કે દેવાયત ખવડ અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સાથે સારા સંબંધ ધરાવે છે.

જેના કારણે કોઈ પડદા પાછળ દેવાયત ખવડ નો સાથ આપી રહ્યા છે. આ તમામ આક્ષેપ મયુરસિંહ રાણા ના પરિવારજનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. મિત્રો શું લાગે છે દેવાયત ખવડ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. દેવાયત ખવડની શું સજા મળવી જોઈએ તમે જ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*