હવે આવશે દેવાયત ખવડને રેલો..! દેવાયત ખવડના વિરુદ્ધમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે…જાણો પાછું હવે શું થયું…

ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડ હાલમાં ચારે બાજુ ચર્ચાનો વિષય બનેલા છે. 7 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો. ઘટનાના એટલા બધા દિવસો થઈ ગયા છતાં પણ દેવાયત ખવડ હજુ પોલીસને હાથમાં આવ્યો નથી.

ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મયુરસિંહ રાણાનો પરિવાર પણ સતત દેવાયત ખવડની ઝડપી ધરપકડ થાય તે માટે માંગ કરી રહ્યો છે. આ સમગ્ર વિભાગ બાદ હવે મયુરસિંહ રાણાના પરિવાર અંગેની વાત છેક પમોએ સુધી પહોંચાડી છે. મિત્રો તમને જણાવી દઈએ કે પીડિત મયુરસિંહ રાણાના પરિવારે આ કિસ્સો PMO સુધી પહોંચાડીને આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે.

આ ઉપરાંત ગઈકાલે ક્ષત્રિય સમાજ પણ દેવાયત ખવડની ઝડપી ધરપકડ થાય તે માટે પોલીસમાં રજૂઆત કરી હતી. મિત્રો આ એ જ દેવાયત ખવડ છે જે સ્ટેજ પર બેસીને વાતો કરતો હતો કે, FIRનો ઢગલા થઈ જાય તો પણ મૂંઝાવવાનું ન હોય. આજે તેના ઉપર માત્ર એક FIR થતાં જ ઘરે તાળું મારીને ભાગવાનો વારો આવ્યો છે.

હવે લાગે છે કે દેવાયત ખવડને રેલો આવી જશે. રાજકોટમાં જીવલેણ પ્રહારના કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડની જામીનની અરજી મામલે જામીન ન આપવા પોલીસ દ્વારા સોગંદનામુ કરવામાં આવ્યું હતું. અને સોગંદનામાં પોલીસે દેવાયત ખવડની ગુનાહિત કુંડળીઓનો ઉલ્લેખ કર્યો છે.

હાલમાં સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં દેવાયત ખવડ વાતો ચાલી રહી છે. દેવાયત ખવડ વિભાગમાં આવ્યા બાદ તેના ઘણા જુના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ એ જ દેવાયત ખવડ છે જેને સ્ટેજ પર બેસીને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું. મિત્રો તમે જણાવો કે આવા કોબાડ બોલીવાળા લોકસાહિત્યકારને સ્ટેજ પર ચડવા દેવા જોઈએ કે નહીં..?

રાણો રાણાની રીતે અને ઘોબા ઉપડી જશે જેવી વાતો કરીને ફાંકા ફોજદારી કરનાર દેવાયત ખવડ આજે માયકાંગલીનાની જેમ છુપાઈ ગયો છે. આ એ જ દેવાયત ખવડ છે જે ડાયરામાં કહેતો હોય છે કે એક બાપના હોય તે સામે આવીને બોલે. આજે દેવાયત ખવડ પોલીસ અને જનતાની સામે આવતા પણ ડરી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*