નોરતાને કોની નજર લાગી ગઈ..! નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવનાઓ ખૂબ જ વધારે, મનોરમા મોહનતીના જણાવ્યા મુજબ, એક અઠવાડિયા પછી…

Published on: 12:53 pm, Tue, 13 September 22

મિત્રો નવરાત્રીની વાત કરીએ તો સળંગ બે વર્ષ 2020 અને 2021 માં કોરોનાના કારણે કોઈ ગુજરાતીઓ નવરાત્રી ની મોજ માણી ચૂક્યા નથી. ત્યારે હવે ગુજરાતીઓ માટે ગરબા રમવાનો રૂડો અવસર આવી ગયો છે. પરંતુ આ વર્ષે નવરાત્રીમાં વરસાદ વિલન બનીને ત્રાટકી શકે છે.

નવરાત્રી ઉપર કેવો વરસાદ રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વર્ષે અષાઢી મહિનો અધિક હતો અને એના કારણે નવરાત્રી વહેલી આવી ગઈ છે તેવું માનવામાં આવી રહ્યું છે. મિત્રો સામાન્ય રીતે તો નવરાત્રી ઓક્ટોબર મહિનામાં આવે છે. બીજી તરફ આ વખતે ચોમાસુ પણ પંદર દિવસ મોડું આવ્યું હતું.

જેના કારણે ચોમાસું પંદર દિવસ મોડી વિદાય લેશે તેવી શક્યતાઓ છે અને જેની અસર નવરાત્રીમાં પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વખતે નવરાત્રિના દિવસોમાં વરસાદ પડવાની સંભાવનાઓ ખૂબ જ વધારે છે. આ વર્ષે 11 ઓક્ટોબર સુધી ચોમાસુ રહે તેવી શક્યતાઓ છે.

એટલે કે નવરાત્રિના દિવસોમાં વરસાદ પડવાની સંભાવનાઓ ખૂબ જ વધારે છે. ચોમાસાનું આગમન આ વખતે મોડું થયું હતું તેથી તેની વિદાય પણ મોડી જ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 26, 27, 28 સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

જ્યારે 3, 4, 5 ઓક્ટોબરે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે તેવી શક્યતાઓ છે. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતીઓની નવરાત્રી બગડે તેવી શક્યતાઓ છે. આ વર્ષે વરસાદ ગુજરાતીઓની નવરાત્રી બગાડી શકે છે.

હવામાન વિભાગના ગુજરાત ખાતાના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહન્તીએ કે, નવરાત્રીમાં વરસાદ પડશે કે નહીં તેનો પાકો ખ્યાલ એક અઠવાડિયા પછી આવી શકે છે. અત્યારે ગુજરાતમાં મોન્સૂન એક્ટિવ છે એ સિસ્ટમ પૂર્ણ થતા ચાર પાંચ દિવસ લાગી શકે છે. ત્યારબાદ કોઈ નવી સિસ્ટમ ડેવલોપ થાય તો સપ્ટેમ્બર મહિનાના અંતમાં અને ઓક્ટોબર મહિનાના આરંભમાં વરસાદ પડશે કે નહીં તેનો ખ્યાલ આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નોરતાને કોની નજર લાગી ગઈ..! નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવનાઓ ખૂબ જ વધારે, મનોરમા મોહનતીના જણાવ્યા મુજબ, એક અઠવાડિયા પછી…"

Leave a comment

Your email address will not be published.


*