ભાજપ સરકારમાં સામાન્ય માણસોનું કોઈ સાંભળતું નથી : ભાજપ કાર્યકર

415

ભાજપના કાર્યકરો જ ભાજપ થી ખુશ નથી આ અંગેના વલણો દમણના પદાધિકારીઓ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ભાજપમાં હાલ આંતરિક વિખવાદ ચરમસીમાએ છે.ક્યારે ગાંધીનગર નો સંપર્ક નાના સેન્ટર સાથે તૂટી ગયો હોવાનું ખુદ ભાજપના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. ભાજપના મંત્રી કોરોનાની ચુંગાલમાં ફસાઇ રહ્યા છે. આ વાયરલ વિડીયો જોઈને અંદાજો આવશે કે, ભાજપના જ કાર્યકરો ભાજપ થી અસંતુષ્ટ છે.

દમણ ભાજપના પદાધિકારીઓ નો વિડીયો વાયરલ થયો છે.પ્રદેશ ભાજપમાં કાર્યકર્તાઓનું કોઈ સાંભળતું ન હોવાની કાર્યકર્તાઓએ ફરિયાદ કરી છે. કાર્યકરોએ જાહેરમાં મિટિંગમાં ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ રાજમાં સામાન્ય માણસોનું કોઈ સાંભળતું નથી.ડાભેલ વિસ્તારમાં ભાજપની મિટિંગમાં આગેવાનોએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. બેઠકમાં સાંસદ લાલુભાઇ પટેલ હાજર રહેતા કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!