આવો કપાતર દીકરો કોઈને ન મળે, પત્ની સાથે મળી ને મા ની બધી પ્રોપર્ટી પડાવીને નોધારી કરી દીધી,લખો કપાતર માટે બે શબ્દો

85

માતા-પિતા બાળકોને પગભર કરવા માટે કેટલાય પ્રયાસો કરે છે. બાળકોને થોડું પણ દુઃખ થાય તો માતાપિતા બાળકોનું દુઃખ દૂર કરવા માટે તમામ પ્રયાસો કરે છે. જયારે માતાપિતાને સાચવવાનો વારો આવે ત્યારે સંતાનો પોતાની જવાબદારી થી મોઢું ફેરવી લે છે. સિધ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામમાં એક કરુણતાનો કિસ્સો સામે આવ્યો છે.

એક પુત્રએ જનેતાને માર મારીને ઘરની બહાર કાઢી મુકી હતી. માતા ની જમીન અને મકાન પચાવી પાડીને પુત્રએ જનેતાને નોધારી બનાવી દીધી હતી. તેથી માતાએ દીકરા ની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટ અનુસાર સિધ્ધપુર તાલુકાના ધુમ્મસ ગામમાં ગોમતી ઠાકોર તેમના પરિવારની સાથે રહે છે.

તેમની ઉંમર આશરે 60 વર્ષની હશે. તેમનાં સંતાનમાં બે દીકરાઓ છે. ગોમતી ઠાકોર ના પતિ ભીખાજી ઠાકોર નું પાંચ વર્ષ થી અવસાન થયું છે. પતિના અવસાન પછી માતા દીકરા પ્રધાન ઠાકોર ની સાથે રહેતા હતા. પ્રધાન ઠાકોર એ માતા ની મિલકત પચાવી પાડવાનું કાવતરું રચ્યું અને ત્યાર બાદ માતાને દર દરની ઠોકર ખાવા માટે મજબૂર કર્યા હતા.

ગોમતી ઠાકોર ના મોટા દીકરા પ્રધાનજી ઠાકોર તેની પત્ની રમીલા ઠાકોર,પોત્ર રણછોડ ઠાકોર અને તેની પત્ની હરનાં ઠાકોરે ગોમતી ઠાકોર ને કહ્યું હતું કે, હવે આ ખેતરમાં તારે કોઈ લેવાદેવા નથી અને અહીંયાથી તું નીકળી જા. આટલું કર્યા બાદ દીકરા અને તેની પત્નીએ જનેતાને ગડદાપાટુનો માર માર્યો હતો અને તમને ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા.પુત્ર નોબમાતા પ્રત્યેનો અમાનવીય વ્યવહાર કેટલો યોગ્ય છે તે કોમેન્ટ કરીને જણાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!