નીતિન પટેલનું નિવેદન : કોરોના ના બેફામ કેસો વધતા આવતીકાલથી આ નવા નિર્ણયનો અમલ.

413

ગુજરાત રાજ્યમાં હાલ કોરોના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ત્યારે વડોદરા થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા સરકીટ હાઉસમાં નીતિન પટેલે રાજ્યમાં ચાલી રહેલા કોરોના મહામારી અને વધી રહેલા કેસ ને લઈને મહત્વની બેઠક કરી રહ્યા હતા.

ચાર કલાકની મેરેથોન સમીક્ષા બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજીને મહત્વની વાતો જણાવી હતી.હાલમાં સમગ્ર દેશમાં એક સાથે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

અને ગુજરાત રાજયમાં પણ ખૂબ જ કોરોના ના કેસ નો વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યના મહાનગરોમાં વધારે કેસ આવે છે કેમકે આ શહેરમાં ગીચ વસતી હોવાથી સંક્રમણ વધુ થાય છે.

અને 10 દિવસ જ કોરોના દર્દી માં મોટો વધારો થઈ રહ્યો છે. નીતિન પટેલે જણાવ્યું કે દરેક જિલ્લામાંથી રાજ્ય સરકાર માહિતી મેળવે છે અને ચાલુ વિધાનસભામાં પણ કોર ગ્રૂપની બેઠક મળી હતી.

તેઓ ચર્ચા-વિચારણા બાદ કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે આવતી કાલથી સમગ્ર ગુજરાતમાં નવા નિર્ણયનો અમલ કરવામાં આવશે.ધનવંતરી રથ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવશે.

200 ટીમ દ્વારા વિવિધ ઝોનમાં ટેસ્ટિંગ કરાશે. રેપિડ ટેસ્ટ અને RTPCR ટેસ્ટ કરાશે. દરેક વિધાનસભા દીઠ 2 કેમ્પ ગોઠવાશે, અતિથિગૃહમાં પણ દર્દી આઇસોલેટ કરી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!