રાજ્યના લાખો ખેડૂતો અને પશુપાલકોને લઈને નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, આ લોકોને થશે લાભાલાભ

169

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આગામી ઉનાળાની સિઝનમાં ખેડૂતો અને પશુપાલકોને જરૂરિયાત મુજબ પાણી મળી રહે એ માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજના દ્વારા નર્મદાનું પાણી 30-06-2021 સુધી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી કરતા જણાવ્યું કે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 13/05/21 ની સ્થિતિ એ 121.38 મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે.

આ પાણીનો રાજ્યના નાગરિકોને ઉનાળાની સિઝનમાં પીવાનું પાણી પૂરું પાડવા અને ખેડૂતો પશુપાલકો માટે યોગ્ય વપરાશ કરવા સમયબદ્ધ આયોજન કરાયું છે.

તેઓએ કહ્યું કે ઉનાળાની સિઝનમાં ખેડૂતો અને પશુપાલકોની પાણીની જરૂરિયાત સંતોષવા માટે કેનાલ દ્વારા નર્મદા નીર થકી ખેડૂતો અને પશુપાલકો માટે પાણી પૂરું પાડવાના.

આશયથી નર્મદા કેનાલ, સુજલામ સુફલામ, ફતેવાડી, ખારી ક્ટ તથા સૌની યોજના માં સિંચાઇ વિભાગ ની જરૂરિયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવામાં આવશે.

સિંચાઇ વિભાગ દ્વારા પાણી સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા રાજ્યભરમાં જરૂર હશે ત્યાં આપવામાં આવશે જેનો લાખો ખેડૂતો તથા પશુપાલકોને લાભ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!