રાજ્યના અમુક તાલુકાના વિસ્તારોમાં લોકો દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ,માંગરોળ અને ખેડબ્રહ્મા ના અમુક વિસ્તારોમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાવાયરસ ની ખરાબ પરિસ્થિતિ વચ્ચે લોકોને હવે ચિંતા થવા લાગી છે કે શું ફરીથી લોકડાઉન થશે?
આ વાતની અફવા સોશિયલ મીડિયા માં ફેલાવા લાગી છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખંડન કરતા કહ્યું કે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની આવી કોઈ વિચારણા નથી. આ સાથે જ સરકાર દ્વારા કોરોના કેસના ચાર્જમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી રાજ્યમાં RTPCR ટેસ્ટ ના 1500₹ લેવામાં આવશે.
રાજ્યમાં આવતીકાલે 1364 કોરોના કેસ નોંધાયા હતા.થોડાક દિવસ ની વાત કરવામાં આવે તો દરરોજના 1300 થી પણ વધારે દૈનિક કેસ આવી રહ્યા છે. હાલમાં રાજ્યમાં 98 દર્દી વેન્ટિલેટર પર છે અને 16169 લોકો સ્તબલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment