આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પોતાની સુંદરતાને કારણે હંમેશા લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની જતા હોય છે. નીતા અંબાણી પોતાના દરેક સામાજિક ધાર્મિક અને પારિવારિક પ્રસંગોમાં પરંપરાગત પહેરવેશમાં જોવા મળે છે આ કારણથી જ તેઓ આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે આટલા મોટા અમીર હોવા છતાં પણ પોતાની સાદગી સરળતા અને સંસ્કૃતિ સાથે હંમેશા જોડાયેલા રહે છે. નીતા અંબાણી આમ તો તમામ અલગ અલગ લુકમાં જોવા મળે છે પરંતુ સાડીના પહેરવેશ સામે તેમનો કોઈ જવાબ નથી. આપણે ઘણીવાર જોયું છે કે નીતા અંબાણી ભારતીય પરંપરાગત સાડી પહેરવાનું સૌથી વધારે પસંદ કરે છે.તેઓ પોતાના દીકરાના લગ્નમાં પણ અનેકવાર સાડીમાં જોવા મળ્યા હતા જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
હાલમાં જ નીતા અંબાણી પરિવાર ભારતીય સાડીના પરંપરાગત પહેરવેશને કારણે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યા હતા તેઓએ ગત રાત્રે નીતા અંબાણી કલ્ચર સેન્ટર ખાતે યોજાયેલ રાજાધિરાજ લવ લાઈફ લીલા ફાઇનલ માટે ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીની શાનદાર એન્ટ્રી જોવા મળી હતી. આ ઇવેન્ટ દરમિયાન બંને લોકોએ અલગ અલગ અંદાજમાં આકર્ષક પોઝ પણ આપ્યા હતા.
આ ઇવેન્ટ દરમિયાન નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે લાલ પટોળામાં જોવા મળ્યા હતા. આ પટોળા સાડીના પહેરવેશને વધારે આકર્ષક બનાવવા માટે એમણે એક ખાસ બ્લાઉઝની પસંદગી કરી હતી. આ બ્લાઉઝમાં કરેલું ભરતકામ ઇવેન્ટના થીમ અનુસાર હતું. આ બ્લાઉઝ જોતા ની સાથે જ ઉપસ્થિત લોકો નજર એક સેકન્ડ માટે પણ હટાવી શક્યા ન હતા. નીતા અંબાણી આ બ્લાઉઝ પાછળ એક પેઇન્ટિંગ કરાવ્યું હતું.
આ બ્લાઉઝમાં કરેલ ખૂબ જ સુંદર ચિત્રકામમાં રાધાકૃષ્ણ જોવા મળ્યા હતા. નીતા અંબાણીએ તમામ લોકોનો આભાર માન્યો હતો તથા બંને હાથ જોડી જય શ્રી કૃષ્ણ પણ કહ્યું હતું આજે પણ નીતા અંબાણી પોતાના સંસ્કારોને ભૂલ્યા નથી અને હંમેશા પોતાના સરળ સ્વભાવને કારણે લોકોના દિલમાં રાજ કરે છે. આ સાડી સાથે તેને સુંદર જ્વેલરી પણ પહેરી હતી જેમાં ઇયરિંગ્સ નેકલેસ વીંટી બંગડી નો સમાવેશ થાય છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ભગવાન શ્રીકૃષ્ણ પર આધારિત વિશ્વના પ્રથમ સંગીત ભવ્ય નાટક રાજાધિરાજ લવ લાઈફ લીલા ના અંતિમ શોમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.