છેલ્લા કેટલાક દિવસોથી સરસવ ના ભાવમાં આવેલા ઉછાળા ના કારણે કિચન નું બજેટ પ્રભાવિત થયું છે. લોકડાઉન ની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થતાં સરસવ ની ડિમાન્ડ વધવા લાગી હતી જેના કારણે ભાવ મજબૂત થયા હતા.છેલ્લા એક વર્ષમાં સરસવ ના ભાવમાં 31 ટકા ઉછાળો આવ્યો છે.
જોકે,હવે રાહત માં સમાચાર છે કે,હોળી પહેલા ખાધ તેલોમાં ભાવમાં ઘટાડો થયો છે.ખાધ તેલ ના જથ્થાબંધ ભાવમાં લગભગ ત્રણ થી ચાર રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો થયો છે અને ટૂંક સમયમાં જ માર્કેટમાં તેની અસર જોવા મળશે.
શનિવારે સરસવ તેલ, રિફાઇડ ની સાથે પામોલિન ના ભાવમાં ઘટાડો થયો હતો. સરસવ તેલનો ભાવ ઘટીને 2200 રૂપિયે ડબ્બો થઈ ગયો છે.
આ અગાઉ સરસવ તેલના ભાવ વધીને 2270-2280 રૂપિયા 15 કિલોનો ડબ્બો અને રીફાઇડ નો ભાવ વધીને 2150 રૂપિયા 15 લીટર ડબ્બા ના થયા હતા.ત્યારે હવે તૂટીને સરસવ તેલમાં 140-150 રૂપિયાથી બે રૂપિયા ઓછા થવાના અણસાર છે.
રિફાઈડ તેલમાં 2125 અને પામોલિન તેલના ભાવ ઘટીને 2050 રૂપિયા ડબ્બો થઈ જશે.પહેલા પામોલિન તેલના ભાવ 2130-2140 રૂપિયા વધીને 15 કિલો ડબ્બો થઈ ગયો હતો.
ત્યારે હવે રીફાઈડ તેલમાં એક બે રૂપિયા અને પામોલિન તેલમાં ત્રણ ચાર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.આ વખતે સરસવ ઉત્પાદનમાં 14 ટકાનો વધારો રહેવાનો અણસાર છે.
મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફામર્સ વેલફેર ના સેકંડ એડવાંસડ એસ્ટીમેટ અનુસાર આ વખતે 1.04 કરોડ ટન સરસવ નું ઉત્પાદન અનુમાન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment