દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા ચાર દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશમાં શનિવાર બાદ તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી.
જુલાઈ મહિનાની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં 9 વખત અને ડિઝલના ભાવમાં 5 વખત વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટીમાં વધારાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થાય છે.
દેશમાં પેટ્રોલના ભાવની વાત કરીએ તો 17 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પહોંચ્યો છે. જેમાં તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, લદાખ, જમ્મુ કાશ્મીર, કેરળ, ઓરિસ્સા, પંજાબ, તમિલનાડુ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ભોપાલ, દિલ્હી અને પોંડીચેરી નો સમાવેશ થાય છે.
દેશમાં રાજસ્થાનમાં ગંગાનગર અને મધ્યપ્રદેશમાં અનુપપુર મા પેટ્રોલ અને ડીઝલનો ભાવ સૌથી વધારે છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 113.21 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 103.15 રૂપિયા છે.
જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થશે તો પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.
જો કાચા તેલના ભાવમાં ઘટાડો થશે તો પેટ્રોલમાં પ્રતિ લીટર 2 રૂપિયા અને ડીઝલમાં પણ 2 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. હવે દેશની કેન્દ્ર સરકારની વાત કરીએ તો હાલમાં તેઓ custom duty ઘટાડવાના મૂડમાં નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment