રાજ્યમાં થોડાક દિવસથી વરસાદ એકદમ થંભી ગયો છે ત્યારે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી. ઉપરાંત થોડા દિવસોથી વરસાદ ન થતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે કારણ કે ખેડૂતોએ પાક નું વાવેતર કરી નાખ્યું છે અને વરસાદ નહીં પડે તો પાક બળી જાય તેની ખેડૂતોને બીક છે.
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા વરસાદની શક્યતાઓ વધી ગઈ છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારના રોજ વરસાદની શક્યતાઓ વધી તેવી જાણકારી મળી છે. ઉપરાંત રાજ્યમાં બાદ સમગ્ર ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.
ઉપરાંત દક્ષિણ ગુજરાતના 11 થી 13 જુલાઇ દરમિયાન સારો એવો વરસાદ પડે એવી શક્યતાઓ છે. ઉપરાંત બંગાળી ખાડી માં લો પ્રેસર સક્રિય થયો છે જેને લઇને હવે ખેડૂતો માટે વરસાદની શક્યતાઓ વધી ગઈ છે.
આ તરફ સૌરાષ્ટ્રમાં પણ 12 અને 13 જુલાઈ મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું ઝાપટું પડી શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ જુલાઈના બીજા અઠવાડિયામાં સારો વરસાદ થઇ શકે છે. ઉપરાંત 8 અને 9 જુલાઇ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment