ખેડૂતો માટે રાહતના સમાચાર, રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી…

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ આરામ પર હતો જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો કારણ કે ખેડૂતોએ પાક નું વાવેતર કરી નાખ્યું છે ખેડૂતોને પાક બળી જવાની ચિંતા સતાવી રહી છે. હવામાન હવામાન વિભાગ વરસાદને લઈને કરી આગાહી.

રાજ્યમાં 10 જુલાઈથી વરસાદી એક્ટિવિટી વધશે. આ ઉપરાંત 11 તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાઈ શકે તેવી શક્યતાઓ છે. મતલબ કે 10 તારીખ થી ગુજરાતમાં વરસાદ ભારે પવન સાથે પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

ઉપરાંત મોડાસાના માથાસુલિયા, અમલાઈ, ઝાલોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાશ પડતો વરસાદ પડી શકે છે. વરસાદનું પ્રમાણ ઓછું થતાં ઉત્તર ગુજરાતના ખેડૂતો ખૂબ જ પરેશાન છે.

અરવલ્લી જિલ્લામાં જૂન મહિનામાં વરસેલા વરસાદ બાદ 98000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું. જેમાં 21000 હેકટરમાં સોયાબીન, 9000 હેકટરમાં કપાસ અને 43000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે.

ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ૮ અને ૯ જુલાઈ માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે. આ વર્ષે ગુજરાતમાં 36 ટકા વરસાદની ઘટ છે. વરસાદની સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*