રાજ્યમાં હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ હાલની સ્થિતિ જોતા ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ સિવાય ભારે વરસાદ નહીં પડે. ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર એટલે કે રાહતના સમાચાર ગણી શકાય કે આ સાઇક્લોનિક અસરને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.હાલ માં લો પ્રેસર ઓમાન બાજુ ખેંચાઇ જશે જેને પગલે.
દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વેરાવળ 380 કિમી ડિપ્રેશન સક્રિય થયું હતું પરંતુ હાલની સ્થિતિમાં આ ઓમાન બાજુ ખેચાઇ શકે છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આ વેરાવળના દરિયા કિનારાની 380 કિલોમીટર દૂર ડિપ્રેશન સક્રિય છે. અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.
તંત્રે સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment