કોરોના મહામારી વચ્ચે બેંક ગ્રાહક માટે આવ્યા મોટા રાહતના સમાચાર,જાણો વિગતવાર

186

ભારતની દરેક બેન્કોએ લોન મોરેટોરિયમની સુવિધાનો ફાયદો લેનારા લેણદારો પાસે વસુલાયેલા વ્યાજ પર વ્યાજ ને પરત આપવાનું શરૂ કર્યું છે.બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી બે કરોડ રૂપિયા સુધીના ઉધાર લેનારા કે નાના કારોબારીઓને આજથી કેશબેક મળશે. બેંકની તરફથી તેમને પણ રિફંડ મળશે જુઓએ લોન મોરેટોરિયમની સુવિધાનો લાભ લીધો નથી. કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગયા અઠવાડિયે દેશની દરેક બેન્ક અને નાણાકીય સંસ્થાઓને કહ્યું કે બે કરોડ રૂપિયા સુધીની લોન લેનારા અને કોરોના માં સમયસર EMI ભરનારને કેસબેક આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટની દખલ થયા બાદ મોરેટોરિયમ સમયે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સીમ્પલ ઈન્ટરેસ્ટ નું અંતર પાછુ આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ પછી બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીએ 5 નવેમ્બર થી વ્યાજ માફીની યોજનાને લાગુ કરવાની છે. તેમાં 8 કેટેગરીમાં બે કરોડ રૂપિયાના ઉધારને સામેલ કરાયા છે.

વ્યાજ માફી યોજના નો ફાયદો એ લોકોને મળશે.જેઓએ 29 ફેબ્રુઆરી 2020 સુધી ક્યારેય ડીફોલટ કર્યો નથી. નાણામંત્રાલય અનુસાર.આ સુવિધા 1 માર્ચ થી 31 ઓગસ્ટ સુધીના લોન મોરેટોરિયમ પર મળશે.

કેન્દ્ર સરકારના ખજાના પર લગભગ 7000 કરોડ ની અસર થશે અને સરકારે કહ્યું કે જો કોઈ EMI ભરી છે તો બેંક તમને કેશબેક આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!