ખેડૂતો માટે ચિંતા ના સમાચાર : હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ માટે જોવી પડશે રાહ…

Published on: 10:34 am, Sun, 18 July 21

ગુજરાતમાં જૂન મહિનાના અંતમાં વરસાદ ધીમો પડી ગયો હતો પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને અનેક વિસ્તારોમાં ખાબક્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર તો રાજ્યમાં વરસાદ નહીવત થઇ શકે છે.

ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતોને હજુ થોડાક સમય સુધી ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. ઉપરાંત ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

આગાહી મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા ઓછી થઇ ગઇ છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ પડતો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.

આ ઉપરાંત ગાંધીનગર અમદાવાદ અને સહિતના મોટા જિલ્લાઓમાં વિભાગની આગાહી મુજબ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને વગેરે પંથકોમાં સામાન્ય વરસાદની આગાહી છે.

પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ ફરીને પાછો ખેંચાય શકે છે અને વાતાવરણમાં ગરમીનો માહોલ જોવા મળશે. આ ઉપરાંત હવામાન વિભાગના સૂત્રો મુજબ રાજ્યમાં હજુ 19.56 ટકા વરસાદ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ખેડૂતો માટે ચિંતા ના સમાચાર : હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ માટે જોવી પડશે રાહ…"

Leave a comment

Your email address will not be published.


*