અલ્પેશ ઠાકોર ને કોંગ્રેસમાં જોડાવા અંગે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપ્યુ મોટું નિવેદન

Published on: 2:35 pm, Mon, 6 December 21

જગદીશ ઠાકોરે કહ્યું કે 2022 માં કોંગ્રેસ સરકાર બનાવશે અને આગામી ચૂંટણીઓને લઇને હવે પ્લાનિંગ શરૂ કરી દીધું છે. બુથ લેવલ નું પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ અને ગુજરાતમાં મે 149 સીટો જીતનારી કોંગ્રેસને પણ અમે જોઈ છે. બેરોજગારી, ભ્રષ્ટાચાર ના મુદ્દે અમે ભાજપ નો ભુક્કો બોલાવીશું.

આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, આગામી 10 થી 15 દિવસમાં લોકોને કોંગ્રેસ નું કામ દેખાશે.કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી. રાહુલ ગાંધીની સાથે મારી મુલાકાત અંગે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું જ્યારે જરૂર પડે ત્યારે ગુજરાત માટે હાજર છું.

આગામી એક મહિનામાં ખબર પડશે કે કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે.જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ મામલે કહ્યું કે, જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ અમારો મુખ્ય શહેરો છે.

આ સાથે જ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જોડાવા જગદીશ ઠાકોરે આમંત્રણ આપ્યું છે. અલ્પેશ ઠાકોર માંટે કોંગ્રેસમાં લાલ જાજમ તૈયાર છે.જ્યારે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા હાઈકમાન્ડ સાથે પણ ચર્ચા કરીશું.

ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં ભાજપની છાપ ખરડાઇ ચૂકી છે. એટલા માટે મંત્રીમંડળ બદલ્યું છે અને ભાજપ 182 સીટ જીતી શકશે નહિ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!