ગુજરાતમાં કમાનુ નામ ઇતિહાસમાં લખાશે આપણે જાણીએ છીએ કે, જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર કમાન નું નામ ચર્ચામાં રહે છે. કોઠારીયા તો એક જ હશે પરંતુ આજે ગુજરાતમાં અને દેશ-વિદેશમાં કમાના નામના ડુપ્લીકેટ કમાઓ. લોકપ્રિયતા માટે લોકો કમાની જેમ ખીલી પડ્યા છે, આપણે જાણીએ છીએ કે જ્યારે કોઠારીયામાં લોકડાયરો યોજાયો હતો.
ત્યારે કિર્તીદાન ગઢવીએ કમાનો હાથ જાલઓ ત્યારથી જ ગુજરાતમાં કમો પ્રખ્યાત થઈ ગયો હતો. ખરેખર કમો રાતો રાત પ્રખ્યાત થઈ ગયો અને સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં યોજાતા કાર્યક્રમમાં હાજરી આપવા લાગ્યો હતો. નવરાત્રી ના નવી નવ દિવસ કમાનુ બુકિંગ થઈ ગયું હતું,
અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પણ કમાને સ્ટેજ શેર કરવાનો મોકો મળ્યો હતો. પરંતુ બીજા અન્ય કલાકારો પણ કમાના નામની લોકપ્રિયતા અને પ્રેક્ષકો મેળવવા માંગે છે. કમો તો હવે લોક ડાયરાઓ નો એવો ચહેરો બની ગયો છે કે તેના વિના તો હવે ડાયરો લાગેજ નહીં.
કિર્તીદાન ગઢવી જે લાગણી રાખે છે તેના કારણે કમો ગુજરાતથી લઈને કેનેડા અને અમેરિકામાં પણ લોકપ્રિય બની ગયો છે. હાલમાં જ કિર્તીદાન ગઢવી કેનેડામાં અને અમેરિકામાં કમાને લઈને આવ્યા હતા. કિર્તીદાન ગઢવી પછી કીર્તિ પટેલ પણ તેને માર્કેટમાં લઈ આવી હતી. સોશિયલ મીડિયા રિલ્સ બનાવી લોકોનું મનોરંજન કર્યું હતું.
ગુજરાતના લોકપ્રિય સાગર પટેલ પણ માર્કેટમાં કમાને લઈ આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં એક વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ડુપ્લીકેટ કમો બોલે છે ભારત માતાની જય અને પછી મોદી સાહેબની જેમ ભાઈઓ બહેનો બોલે છે.
View this post on Instagram
આ ડુપ્લીકેટ કમાને જોઈને અનેક લોકોએ આનંદ માણ્યો છે, આ દ્રશ્યો જોઈને એટલું તો કહી શકાય છે કે ગુજરાતમાં કમો એક બ્રાન્ડ બની ગયો છે. જેના નામથી લોકોની લાઈનો લાગે છે, તેમજ રસિયો રૂપાળો રંગ રેલીઓ તો આજે ગુજરાતીઓના હૈયામાં વસી ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment