હાલમાં લગ્નની સીઝન ચાલી રહે છે અને સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા આવા નવા વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક અનોખી જાનનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજાએ ઘોડા અને હાથી પર સવાર થઈને નહીં. પરંતુ ટ્રેક્ટર પર સવાર થઈને જાન કાઢી હતી. વરરાજોદ પોતે ટ્રેક્ટર ચલાવીને દુલ્હનના ઘરે પહોંચ્યો હતો.
જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી સામે આવી રહ્યો છે. જીતેન્દ્ર રાજપૂત નામના યુવકે આ અનોખી જાન કાઢી હતી. જીતેન્દ્ર રાજપુતના પિતા ખેડૂત છે. જાનમાં જીતેન્દ્રએ પોતે ટ્રેક્ટર ચલાવ્યું હતું અને ટ્રેક્ટર લઈને લગ્ન મંડપ સુધી પહોંચ્યો હતો.
જેનો વિડીયો હાલમાં સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જીતેન્દ્રએ જણાવ્યું કે, અમે એક ખેડૂત પુત્ર છીએ આજે ખેતી માટેનું મુખ્ય વાહન ટ્રેક્ટર છે. તેથી મેં ટ્રેક્ટર પર સવાર થઈને જાન કાઢવાનું નક્કી કર્યું હતું. ઘણા લોકો લઈને હેલિકોપ્ટર અથવા તો કાર લઈને જાન કાઢતા હોય છે. પરંતુ મારા પિતા એક ખેડૂત છે એટલા માટે મેં ટ્રેક્ટર લઈને જાન કાઢી છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ જીતેન્દ્ર રાજપૂતની જાનની ચર્ચાઓ ચાલી રહે છે. જીતેન્દ્ર રાજપુતની વાત કરીએ તો તે ધોરણ 12 સુધી ભણેલો છે. તે કન્યા સાથે 7 ફેરા લેવા માટે ટ્રેક્ટર લઈને કન્યાના ઘરે પહોંચ્યો હતો. જ્યારે જીતેન્દ્ર ટ્રેક્ટર લઈને કન્યાના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં હાજર તમામ મહેમાનો આ અનોખી જાન જોઈને ચોકી ઉઠ્યા હતા.
જીતેન્દ્ર રાજપૂતના લગ્ન સોની રાજપૂત નામની યુવતી સાથે નક્કી થયા હતા. જીતેન્દ્રની અનોખી જાન જોઈને દુલ્હન સોની પણ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. સોની રાજપૂતે જણાવ્યું કે તે પોતે એક ખેડૂતની દીકરી છે. જમીન સાથે જોડાયેલા લોકોની ઓળખ છે ટ્રેક્ટર. સોની રાજપૂતે જણાવ્યું કે, તેના પતિ હિંમત સાથે કૃષિ વાહન પર લગ્નની જાન લઈને આવ્યા હતા.
મિત્રો જીતેન્દ્ર રાજપુતની આ જાન જોઈને ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે, આજકાલના યુવાનો લગ્ન અને અનોખા બનાવવા માટે ઘણો બધો ખર્ચો કરી નાખતા હોય છે. પરંતુ જીતેન્દ્રએ પોતાના લગ્નને અનોખા બનાવવા માટે જરાક પણ રૂપિયા વાપર્યા નથી અને કંઈક નવું કરીને જાન કાઢી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment