રેલ્વે પ્લેટફોર્મ પર બેદરકારી ભારે પડી ગઈ..! ટ્રેન સાથે અથડાતા 17 વર્ષના યુવકનું કારણ મોત… જુઓ મોતનો LIVE વિડિયો…

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વીડીયા ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણા લોકો તો પોતાની બેદરકારીને કારણે મોતને ભેટે છે. આવી જ એક ઘટના મુંબઈમાંથી સામે આવી છે, મુંબઈના મલાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે એક છોકરાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે.

વાસ્તવમાં તે પ્લેટફોર્મ પર પાટા પાસે ઊભા રહીને હાથ ધોઈ રહ્યો હતો. એવામાં ટ્રેન પાટા પર આવી ગઈ અને છોકરાનું માથું ટ્રેનના એન્જિન સાથે અથડાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના વિશે વિગતવાર જાણીએ તો સમગ્ર મામલો 17 જુનનો છે. તેના સંબંધિત સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે,

વીડિયોમાં એક છોકરો પ્લેટફોર્મ પર ઉભો છે અને પાટા પર હાથ ધોઈ રહ્યો છે. હાથ ધોયા પછી તે પાણી પીવા લાગે છે, આ દરમિયાન બીજો છોકરો તેની પાસેથી બોટલ લે છે અને તેના હાથ ધોવાનું શરૂ કરે છે. ત્યારે પાટા પર લોકલ ટ્રેન આવે છે,

ટ્રેનનું એન્જિન છોકરાને માથા પર અથડાય છે અને તે ટ્રેનથી દૂર ફેંકાઈ જાય છે અને પ્લેટફોર્મ પર પડી જાય છે. ટ્રેન સાથે માથું અથડાતા તેનું ઘટના સ્થળે જ મોત થાય છે, મૃતક ની ઓળખ મયંક શર્મા તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ તે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર હતો, અહીં તેણે તેના મિત્ર સાથે ટિફિનમાંથી ભોજન લીધું હતું.

આ પછી તે બોટલ માંથી પાણી પી રહ્યો હતો, ત્યારે ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું. સ્થળ પર હાજર તેના મિત્રને પણ ઈજા થઈ હતી, હાલમાં તેની સારવાર ચાલુ છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતક પ્લેટફોર્મની ડેન્જર લાઈન પાસે લંચ કરીને હાથ ધોઈ રહ્યો હતો.

ત્યારે આ અકસ્માત થયો છે, સ્પષ્ટ નિશાનો અને ટ્રેનો પસાર કરવા વિશે નિયમિત જાહેરાતો હોવા છતાં યુવકે બેદરકારી દર્શાવી અને કમનસીબે તેનું મૃત્યુ થયું છે. ઘણી વખત પોતાની બેદરકારીને કારણે લોકો મોતને ભેટે છે. રેલ્વે પ્લેટફોર્મ પર ક્યારેય આવી બેદરકારી કરવી જોઈએ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*