‘આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 16 ઓગસ્ટે ભુજ પધારશે : મનોજ સોરઠિયા

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા વિડીયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે મને આનંદ થાય છે જણાવતા કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાત રાજ્યના મુલાકાતે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે 16 ઓગસ્ટ 2022 ના રોજ ભુજ એરપોર્ટ ખાતે અરવિંદ કેજ રહેવાનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે

અને આમ આદમી પાર્ટી દ્વારા ભુજમાં એક પત્રકાર પરિષદ અને ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ભુજ ખાતે અરવિંદ કેજરીવાલ પત્રકારો અને ટાઉનહોલ કાર્યક્રમ ને સંબોધીને ગુજરાતની જનતા સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ કરશે અને અરવિંદ કેજરીવાલ આ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આમ આદમી પાર્ટી ગુજરાતના મુખ્ય નેતાઓ સાથે મીટીંગ યોજી આવનારી ચૂંટણી માટે અત્યંત મહત્વપૂર્ણ ચર્ચાઓ કરશે તેવું હાલમાં આપણને જાણવા મળી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*